મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના: 7.98 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી
CM bhupendra patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 1 મહાનગરપાલિકા તથા 3 નગરપાલિકા વિસ્તારમાં વસતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના કામો માટે રૂપિયા 7 કરોડ 98 લાખની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના જન સુવિધાના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રકમ મંજૂર કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાતની સ્થાપનાની સુવર્ણ જયંતિ અવસરે 2010માં આ મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજના આયોજનબદ્ધ અને શ્રેષ્ઠતમ શહેરી આંતર માળખાકીય વિકાસના હેતુથી શરૂ કરાવેલી છે.
આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકમાં નગરો-મહાનગરોની ખાનગી સોસાયટીઓમાં આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, ગટર લાઈન, કોમન પ્લોટ તથા વરસાદી પાણીના સંગ્રહ માટેના રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામો હાથ ધરવામાં આવે છે.
આ હેતુસર મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી વડોદરા મહાનગરપાલિકાની 92 કામોની રૂપિયા 64132173 ની રકમના કામોની દરખાસ્તને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
આ ઉપરાંત જામજોધપુર નગરપાલિકા વિસ્તારના 308 ઘરોને ગટર જોડાણ માટે રૂપિયા 21.56 લાખ, કડી નગરપાલિકાને પેવરબ્લોક, સી.સી. રોડ અને પાણીની પાઇપ લાઇનના 8 કામો માટે રૂપિયા 27.96 લાખના કામોની તેમણે અનુમતિ આપી છે.
મહેસાણા નગરપાલિકાને આ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના 21 કામો માટે 1 કરોડ 7 લાખ 24 હજાર રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે.
ખાનગી સોસાયટી જન ભાગીદારી ઘટકના આવા કામો માટે થતી કુલ રકમમાં 70 ટકા રાજ્ય સરકારની સહાય, 20 ટકા સ્થાનિક ધારાસભ્ય, મ્યુનિસિપલ સભ્ય અને સોસાયટીનો ફાળો અને 10 ટકા જે તે સ્થાનિક સંસ્થાએ ફાળો આપવાનો રહે છે.
રાજ્ય સરકારની 70 ટકા મુજબની સહાયમાં પ્રતિ લાભાર્થી પરિવાર દીઠ અગાઉ વધુમાં વધુ રૂપિયા 25 હજારની સહાય મર્યાદા હતી, તે હવે દૂર કરી દેવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
