અહીં ફોટોમાં જોવા મળશે ગુજરાતની ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની ઘટનાઓ, ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી એક્ઝિબિશ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી શીર્ષક સાથે એક ફોટો એક્ઝિબિશન યોજાયું છે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી શીર્ષક સાથે એક ફોટો એક્ઝિબિશન યોજાયું છે. મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત તથા રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત દ્વારા આયોજિત ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી એક્ઝિબિશનમાં ચૂંટણીને લોકશાહીના અવસર તરીકે ઊજવતા ગુજરાતીઓની ઝાંખી જોવા મળે છે. અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ ઝળકે છે. આ એક્ઝિબિશન નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધારે એવી અનેક તસવીરોથી સુસજ્જ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયના પરિસરમાં સરદાર પટેલ ભવન ખાતે આયોજિત ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી એક્ઝિબિશન નાગરિકો માટે 30મી નવેમ્બર, 2022 સુધી સવારના 11.00થી સાંજના 5.00 સુધી ખુલ્લું રહેશે.
આ એક્ઝિબિશનના સંયોજક અને ઇતિહાસbfo રિઝવાન કાદરી જણાવે છે કે, ગુજરાતમાં એમાંય ખાસ તો સૌથી પહેલાં અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદભવ્યો અને આગળ વધ્યો, તેની ઝલક આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી છે. અમદાવાદનો ઇતિહાસ રહ્યો છે કે જેમ આ શહેરના નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો તેમ 1874માં નાગરિકોએ સામેથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. એ વખતે માગણી નકારવામાં આવેલી, પરંતુ 1885ની 15મી ઑગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની 14 બેઠકો માટે યોજાયેલી એ ચૂંટણીમાં 1914 મતદારોના મત માન્ય ઠર્યા હતા. એ ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક પણ આ એક્ઝિબિશનમાં માણી શકાશે. દેશની સર્વપ્રથમ ચૂંટણી વખતે નાગરિકોની સમજ માટે તૈયાર કરવામાં આવેલી પુસ્તિકાનાં પાનાં પણ આ એક્ઝિબિશનમાં રજૂ કરાયાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ એક્ઝિબિશનમાં વરિષ્ઠ ફોટોગ્રાફર સ્વ. શુકદેવ ભચેચ અને વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ કલ્પિત ભચેચની ચૂંટણીની પ્રક્રિયા અને લોકોનો ઉત્સાહ દર્શાવતી જીવંત તસવીરો મૂકવામાં આવી છે. કલ્પિત ભચેચ આ એક્ઝિબિશન અંગે જણાવે છે કે અહીં મૂકવામાં આવેલી તસવીરો મતપેટીથી લઈને ઈવીએમ સુધીના મતદાન પ્રક્રિયામાં આવેલાં પરિવર્તનોની ઝાંખી કરાવે છે. અલગ ગુજરાત રાજ્ય થયા પછી 1962માં થયેલી ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણીથી લઈને અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓની અલભ્ય તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે. આ તસવીરોમાં ગુજરાત અને ખાસ તો અમદાવાદ શહેરના લોકોમાં મતાધિકાર માટેનો ઉત્સાહ અને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવાનો ઉમંગ ઊડીને આંખે વળગે એવો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
