IMD forecast in Gujarati: 26 મે સુધી હીટવેવ હેઠળ રહેશે ગુજરાત, જાણો IMDની આગાહી
IMD forecast in Gujarati: ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગંભીર હીટવેવની સ્થિતિ યથાવત હોવાથી, બુધવારના રોજ કંડલા એરપોર્ટ પર રાજ્યમાં સૌથી વધુ તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી વધારે છે.
અમદાવાદમાં 45.9 ડિગ્રી સેલ્સિયસ, ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 45.8, ગાંધીનગરમાં 45.7, અમરેલીમાં 44.9, ડીસા અને ભુજમાં 44.3, રાજકોટમાં 44.2 અને વલ્લભ વિદ્યા નગરમાં 44.1 તાપમાન નોંધાયું હતું.
IMD એ તેના લેટેસ્ટ બુલેટિનમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હીટવેવ ચાલુ રહેવાની શક્યતા છે. બુલેટિન મુજબ અમદાવાદ અને ગાંધીનગર આગામી 48 કલાક માટે રેડ એલર્ટ પર છે. (IMD forecast in Gujarati)

અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ, અને ખેડા જિલ્લામાં ગુરુવારના રોજ પણ હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. (IMD forecast in Gujarati)
24મી મે, શુક્રવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, જીલ્લામાં વરસાદ પડશે. પંચમહાલ અને ખેડા હીટવેવની સ્થિતિમાં રહેવાની ધારણા છે. (IMD forecast in Gujarati)
25 અને 26 મેના રોજ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, બોટાદ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરત, વલસાડ, વડોદરા, અરવલ્લી, છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લાઓમાં અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે. (IMD forecast in Gujarati)
મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે - દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો વધી રહ્યો છે અને તે સપ્તાહના અંત સુધી ચાલુ રહેશે, કોઈપણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગેરહાજરીને કારણે અહીં વરસાદ નહીં પડે. આજે અહીં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે, જે સામાન્ય કરતાં ઘણું વધારે છે.
ચોમાસું ક્યારે આવશે? કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે અને આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે.
આ રંગો જોઇને તમે હવામાનની ગંભીરતાનો અંદાજ લગાવી શકો
રેડ એલર્ટ - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રેડ એલર્ટ એવી સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે, જ્યારે અતિશય ગરમી અથવા હીટવેવ એટલી તીવ્ર હોય છે કે જાનમાલના નુકસાનનો સૌથી વધુ ભય હોય છે.
રેડ એલર્ટ ગંભીર હવામાન દર્શાવે છે, જ્યારે તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. આવી સ્થિતિમાં હીટ વેવથી પ્રભાવિત વિસ્તારોમાં સાવચેતી રાખવા અને આ અંગે વહીવટીતંત્ર તરફથી જરૂરી પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
ઓરેન્જ એલર્ટ - હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે, જ્યારે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. મતલબ કે તૈયાર રહો એટલે કે આવનારા દિવસોમાં આકરી ગરમી અંગે ઓરેન્જ એલર્ટ દ્વારા લોકોને અગાઉથી એલર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઓરેન્જ એલર્ટમાં લોકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે, આ દરમિયાન સ્વાસ્થ્યને લઈને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
