FB પર પત્નીને અશ્લીલ તસવીરો-વીડિયો મોકલતા શખ્સની ધરપકડ
અમદાવાદ: બનાવટી ફેસબૂક આઇડી પરથી પત્નીને અશ્લીલ તસવીરો અને વીડિયો મોકલતા પતિની ધરપકડ.
અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમની એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પત્ની સાથે ઝગડો થતાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને હોલસેલ દવાનો વેપાર કરતાં શખ્શે ફેસબૂક પર પત્નીને અશ્લીલ તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ મામલે પત્નીએ શહેરના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા આખો મામલો સામે આવ્યો છે અને આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 13 વર્ષ પહેલાં આ શખ્સના લગ્ન અમરાઇવાડીમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. તેમને બે પુત્રીઓ પણ છે. છેલ્લા થોડા સમયથી દંપતિ વચ્ચે ઘરેલુ બાબતે ઝગડા થતા હતા, 6 મહિના પહેલાં પત્ની ઝગડાથી કંટાળીને પિયર જતી રહી હતી. આ વાતનું વેર વાળવા શખ્સે સોશયિલ મીડિયા વેબસાઇટ ફેસબૂક એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ બનાવટી એકાઉન્ટ પર તેણે પોતાની પત્ની અને સાસરીયાઓને અશ્લીલ તસવીરો અને વીડિયો મોકલ્યા હતા. આ ઓછું હોય તેમ, શખ્સે પોતાની જ પત્નીના ભાભીની તસવીરો અપલોડ કરતાં તેમને પ્રોસ્ટિટ્યૂટ તરીકે દર્શાવ્યા હતા.
આ મામલે શખ્સની પત્નીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર સેલના કર્મચારીઓએ મહિલાએ આપેલ બે ફેસબૂક એકાઉન્ટની વિગતોને આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગુનાઓ સાબિત થતાં એ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
