ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટ માટે કંપનીએ બીજેપીને કેટલુ ફંડ આપ્યુ?-મનીષ સિસોદિયા
મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તુટતા 140થી વધુ લોકોના મોતની પૃષ્ટિ થઈ છે. 50થી વધારે બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ આ દુર્ઘટનાનો ભોગ બની છે ત્યારે હવે રાજ્ય સરકારના વ્યવસ્થાપન પર પણ સવાલો ઉઠી રહ્યા છે.
મોરબી : મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તુટતા 140થી વધુ લોકોના મોતની પૃષ્ટિ થઈ છે. 50થી વધારે બાળકો અને મોટી સંખ્યામાં મહિલાઓ આ દુર્ઘટનાનો ભોગ બની છે ત્યારે હવે રાજ્ય સરકારના વ્યવસ્થાપન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ લોકો પોતાના સ્વજનોની ચિત્તાઓ ઉઠાવી રહ્યા છે તો બીજી તરફ પીએમ મોદી તેના પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે હવે રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. તમામ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના મોટા નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યા છે.

મનીષ સિસોદિયાએ દુખ વ્યક્ત કર્યુ
મનીષ સિસોદિયાએ સ્થાનિક બીજેપી પર પ્રહારો કરતા કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે, મોરબીની દુર્ઘટનાથી પુરો દેશ દુખી છે. છેલ્લા બે દિવસથી જે તથ્યો સામે આવી રહ્યા છે તેનાથી સાબિત થઈ રહ્યુ છે કે આ કોઈ દુર્ઘટના નથી. આ એક હત્યા છે. મોરબીમાં માર્યા ગયેલા બાળકો સહિત સેંકડો લોકોના મોત માટે બીજેપીનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પુલ તુટવાથી મોતને ભેટ ચડેલા લોકો ભાજપના ભ્રષ્ટાચારને ભેટ ચડ્યા છે.

5 સવાલો ઉઠાવ્યા
અહીં મનીષ સિસોદિયાએ 5 સવાલો ઉઠાવ્યા હતા. મનીષ સિસોદિયાએ કહ્યું કે, મારો ભારતીય જનતા પાર્ટીને પહેલો પ્રશ્ન એ છે કે મોરબીમાં તૂટેલા પુલ માટે ઘડિયાળ બનાવતી કંપનીને કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? એક કંપની કે જેણે ક્યારેય પુલ બનાવ્યો ન હતો અને માત્ર ઘડિયાળ બનાવનાર કંપનીને પુલને ફરીથી બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો?
તેમણે આગળ કહ્યું કે, મારો બીજો પ્રશ્ન એ છે કે ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો? સિસોદિયાએ કહ્યું કે બ્રિજનો કોન્ટ્રાક્ટ બિનઅનુભવી કંપનીને કેમ આપવામાં આવ્યો? ભારતીય જનતા પાર્ટી તેનો જવાબ આપે. ગુજરાત સરકારે તેનો જવાબ આપવો જોઈએ. જે કાગળો બહાર આવ્યા છે તે દર્શાવે છે કે બ્રિજના પુનઃનિર્માણનું કામ 8 મહિનામાં પૂર્ણ થવાનું હતું, પરંતુ શા માટે આટલી ઉતાવળ કરવામાં આવી હતી?

બીજેપીએ કેટલા રૂપિયા લીધા?
મનીષ સિસોદિયાએ આગળ કહ્યું કે, મારો ત્રીજો પ્રશ્ન છે કે 8 મહિનાનું કામ 5 મહિનામાં પુરૂ કરી બ્રિજ શા માટે ખુલ્લો મુકાયો? મારો ચોથો પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જણાવવું જોઈએ કે આ ઘડિયાળ બનાવતી કંપની પાસેથી ભાજપે કેટલું ડોનેશન લીધું છે, જેને ટેન્ડર વગર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેના માલિકો પાસેથી કેટલા પૈસા લેવામાં આવ્યા છે? ભાજપના કયા મંત્રીઓ આ કંપનીના માલિકો નજીક છે? મારો પાંચમો પ્રશ્ન છે કે આટલી મોટી દુર્ઘટના પછી કંપનીનું નામ એફઆઈઆરમાં કેમ નથી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
