અનુસૂચિત જાતિના ઘરવિહોણા લાભાર્થીઓને મળશે મકાન, આ રીતે કરો અરજી
Affordable Housing Scheme: ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે, તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. લોકોને નવું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે, તે માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા ઓનલાઇન અરજીઓને આધારે સ્થળ ચકાસણી કરી જરૂરિયાતમંદ પરિવારોને પાકાં ઘર બનાવવા માટે સહાય આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24માં ડૉ. આંબેડકર આવાસ યોજના (Ambedkar awas yojana) હેઠળ 135નો લક્ષ્યાંક હતો. જેને 100 ટકા પૂર્ણ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાક્યસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો લક્ષ્યાંક છે.

જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂપિયા 1,20,000 ની સહાયના ત્રણ હપ્તા પેટે ચુકવવામાં આવે છે. તે પૈકી પ્રથમ હપ્તો રૂપિયા 40000 (વહીવટી મંજૂરીના હુકમ સાથે), બીજો હપ્તો રૂપિયા 60000 (લિન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને ત્રીજો હપ્તો રૂપિયા 20000 (શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2023-24માં 135નો લક્ષ્યાંક હતો. જે 100 ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં ઓનલાઇન ફોર્મ ભરાયા હતાં. તેમાંથી ફોર્મ તપાસ સ્થળ ચકાસણી કરી, જરૂરિયાતમંદ પરિવારોને સહાય આપવામાં આવી હતી.
જેમાં કામ પ્રગતિમાં છે, અને તમામ લાભાર્થીઓને પ્રથમ હપ્તો તેમના બેંક ખાતામાં નાખી દેવામાં આવ્યો છે. હજુ પણ લક્ષ્યાંક મળ્યા બાદ જરૂરિયાતમંદ પરિવારોને પાકા ઘર માટે સહાય આપવામાં આવશે. ડૉ. આંબેડકર આવાસ યોજના (Ambedkar awas yojana) નો લાભ મેળવવા માંગતા લાભાર્થીઓએ ઓફિસે ધક્કા ખાવાની જરૂરિયાત નથી તેઓ https://esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
ડૉ. આંબેડકર યોજનાના નિયમો અને શરતો - લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા રાજ્ય સરકારશ દ્વારા અમલી અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 600000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 600000 થી વધુ ન હોવી જોઇએ. મકાનની સહાય રકમ રૂપિયા 120000 રહેશે.
વધુમાં શૌચાલય માટે જેમને રૂપિયા 12000ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે, પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂપિયા 120000 ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના (Ambedkar awas yojana) એ મુજબની તક્તી લગાવવાની રહેશે. મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂપિયા 1000000 અને ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 700000 ની રહેશે. શહેરી વિસ્તારમાં
Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહીં. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી 2 વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ રહેશે.
Ambedkar awas yojanaમાં રજૂ કરવાના ડોક્યુમેન્ટ - ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ, રેશનકાર્ડ જાતિનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચૂંટણી કાર્ડ/રેશનકાર્ડ પૈકી કોઈપણ એક), જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (જે લાગુ પડતુ હોય તે), બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક, (અરજદારના નામનું) પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો), જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નક્શાની નકલ (તલાટી-કમ-મંત્રી)ની સહીવાળી, ચૂંટણી ઓળખપત્ર, મકાન બાંધકામ ચિઠ્ઠી, સ્વ-ઘોષણા પત્ર(Self Declarition) જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો સહિતના ડોક્યૂમેન્ટ રજૂ કરવાના રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
