350 કરોડની હેરોઈન સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ, સફરજન-નાસપતિના બૉક્સમાં મળી કોકીન
ભારતીય કોસ્ટ ગાર્ડ ATS ગુજરાત સાથે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ ATS ગુજરાત સાથે સંયુક્ત ઑપરેશન હાથ ધરીને કરોડોની કિંમતનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે. આ ઑપરેશનમાં 'અલ સાકાર' નામની એક પાકિસ્તાની બોટને ચાલક દળના 6 સભ્યો અને 50 કિલોગ્રામ હેરોઈન સાથે આજે સવારે 8 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા(આઈએમબીએલ) પાસે પકડવામાં આવી. અધિકારીઓએ જણાવ્યુ કે તેમની પાસેથી લગભગ 350 કરોડ રૂપિયાના બજાર મૂલ્યની હેરોઈન જપ્ત કરવામાં આવી છે.

એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી ઘટના
ભારતીય કોસ્ટ ગાર્ડ(આઈસીજી)ના અધિકારીએ કહ્યુ કે જપ્ત કરવામાં આવેલી બોટ આગળની તપાસ માટે જખૌ લાવવામાં આવી છે. તેમણે કહ્યુ કે આઈસીજી દ્વારા એટીએસ સાથે ગયા એક વર્ષમાં આ છઠ્ઠુ ઑપરેશન છે. આ ઘટના એક મહિનાથી પણ ઓછા સમયમાં બીજા ઘટના છે. આ પહેલા 14 સપ્ટેમ્બરે એક પાકિસ્તાની નાવમાંથી લગભગ 200 કરોડ રુપિયાની 40 કિલોગ્રામ હેરોઆમ પકડવામાં આવી હતી. આઈસીજીના અધિકારીએ જણાવ્યુ કે પકડાયેલા લોકો પાકિસ્તાની છે. તેમણે કહ્યુ કે હવે પાકિસ્તાનીઓની પૂછપરછ કરવામાં આવશે.

લીલા સફરજન અને નાસપતિના બૉક્સમાં હતી કોકીન
અન્ય એક ઘટના મહારાષ્ટ્રની છે જ્યાં દક્ષિણ આફ્રિકાથી આયાત કરેલ નાસપતિ અને લીલા સફરજન લઈ જતા કન્ટેનરમાંથી ડીઆરઆઈ મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા કોકીનથી બનેલી 50 ઈંટો જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ કે કન્ટેનરથી 50.23 કિલોગ્રામ કોકીન જપ્ત કરવામાં આવ્યુ છે.

કોકીનનુ બજાર મૂલ્ય 502 કરોડ રુપિયા
કન્ટેનરમાંથી જપ્ત કરવામાં આવેલ કોકીનની કિંમત લગભગ 502 કરોડ રુપિયા છે. જે બજારમાં ગેરકાયદે રીતે પહોંચાડવામાં આવી રહી છે. 6 ઓક્ટોબરે તેને ન્હાવા શેવા પોર્ટ પર ઈંટરસેપ્ટ કરવામાં આવી હતી. વળી, આયાતને એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવ્યા હતા.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો










Click it and Unblock the Notifications
