પેપર લીક કાંડ : સરકારે કરી છ દિવસ બાદ સત્તાવાર કબૂલાત, 10 માંથી 6 લોકોની ધરપકડ
12 ડિસેમ્બરના રોજ લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યા માટે જાહેર કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયા હોવાનો આખરે સરકાર દ્વારા 6 દિવસ બાદ સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.
ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા હેડ ક્લાર્કની ભરતીની પરિક્ષા લેવામાં આવી હતી. આ પરિક્ષામાં 1 લાખ 45 હજાર લોકોએ પરિક્ષા આપી હતી. 12 ડિસેમ્બરના રોજ લેવાયેલી હેડ ક્લાર્કની 186 જગ્યા માટે જાહેર કરવામાં આવેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત લેવાયેલી પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયા હોવાનો આખરે સરકાર દ્વારા 6 દિવસ બાદ સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને પેપર લીક થયા ના 6 દિવસ બાદ પેપર લીક થયું હોવા અંગેની કબૂલાત કરવામાં આવી છે. આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, યુવરાજ સિંહે દાવો કર્યો હતો કે ફાર્મહાઉસથી 16 જેટલા લોકોને પેપર અપાયુ હતુ જેમાં પોલીસકર્મીઓની પણ સંડોવણીનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ભરતી 186 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી હતી. હવે આ પેપર લીકના સમાચાર આવતા લોકોને પણ સરકાર પરથી ભરોશો ઉઠી ગયો છે. અવાર નવાર સરકારી ભરતીઓના પેપર લીક થતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
