Gujarat News: DyCM હર્ષ સંઘવી સરહદે આવેલા ગામડાઓની મુલાકાત લેશે, યોજશે ખાટલા સભા
Deputy CM Harsh Sanghavi: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના પદ સંભાળ્યા પછી સતત રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની તેમની આ પહેલના ભાગરૂપે, હર્ષ સંઘવી આવતીકાલે, 6 નવેમ્બરના રોજ કચ્છ જિલ્લાના લખપતની મુલાકાત લેશે.

30 સિનિયર IPS અધિકારીઓ પણ સાથે
લખપતની આ મુલાકાત વિશેષ બની રહેશે કારણ કે નાયબ મુખ્યમંત્રી સાથે રાજ્યના 30 સિનિયર IPS અધિકારીઓ પણ જોડાશે.
- આ મુલાકાત દરમિયાન તેઓ સરહદી ગામડાઓની મુલાકાત લેશે અને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળશે.
- હર્ષ સંઘવી લખપત તાલુકાના ગામડાઓમાં જઈને 'ખાટલા સભા'નું આયોજન કરશે, જ્યાં તેઓ ગ્રામજનો સાથે ખુલ્લા મને સંવાદ કરશે.
ગામડાઓમાં જ રાત્રી રોકાણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ મુલાકાતનું સૌથી મહત્ત્વનું પાસું તેમનું રાત્રી રોકાણ છે.
- તેઓ સર્કિટ હાઉસને બદલે અધિકારીઓ સાથે ગામડાઓમાં જ રાત્રી રોકાણ કરશે.
- આનાથી તેઓ લોકોની વચ્ચે રહીને તમામ મુદ્દાઓનું વધુ નજીકથી અવલોકન કરી શકશે અને જનતાના પ્રશ્નો સમજી શકશે.
- સંવાદ-ખાટલા સભા દરમિયાન આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓ (Infrastructure) અંગે ગામલોકો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
જનતા વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળવાની આ સંવેદનશીલ પહેલથી કચ્છવાસીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી
ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શપથ લીધા બાદ 40 વર્ષીય હર્ષ સંઘવી સતત જનતામાં સરકાર પ્રત્યેનો વિશ્વાસ કેળવવા પ્રયત્નશીલ છે. ગૃહ રાજ્ય મંત્રી તરીકેનો અનુભવ ધરાવતા હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી છે.












Click it and Unblock the Notifications
