DyCM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા સ્વિત્ઝર્લેન્ડ જશે
Gandhinagar: ગુજરાતને વૈશ્વિક રોકાણ માટેનું હોટસ્પોટ બનાવવાના ઉદ્દેશ્ય સાથે DyCM હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ જશે. આગામી 19થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી 'વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026' (WEF) માં ગુજરાત રાજ્ય સરકાર પોતાની પ્રબળ હાજરી નોંધાવશે.

'વિકસિત ગુજરાત @2047'ના સંકલ્પ સાથે વૈશ્વિક મંચ પર પ્રસ્થાન
PM નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ભારતને વૈશ્વિક શક્તિ બનાવવાની દિશામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો અને 'વિકસિત ગુજરાત @2047' ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવાનો છે.
રોકાણ માટે 58 હાઈ-લેવલ વન-ટુ-વન બેઠકો
DyCM હર્ષ સંઘવી આ પ્રવાસ દરમિયાન વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને ગ્લોબલ લીડર્સ સાથે 58 જેટલી વ્યૂહાત્મક બેઠકો યોજશે. જેમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ
- રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા)
- ફાર્માસ્યુટિકલ્સ અને કેમિકલ્સ
- એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ટેક્સટાઈલ
- શિપિંગ અને લોજિસ્ટિક્સ
વૈશ્વિક દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચા
ગુજરાત સરકારનું પ્રતિનિધિમંડળ વિશ્વ વિખ્યાત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Sumitomo Group, Johnson Controls, Engie અને Linde ના વડાઓ સાથે રૂબરૂ મુલાકાત કરશે. આ બેઠકો દ્વારા રાજ્યમાં નવી ટેકનોલોજી લાવવા અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરવા પર ભાર મૂકવામાં આવશે.
વૈશ્વિક સત્રોમાં ગુજરાતનો અવાજ
રોકાણ આકર્ષવા ઉપરાંત હર્ષ સંઘવી વિવિધ મહત્વપૂર્ણ સત્રોમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપશે. તેઓ નીચે મુજબના વિષયો પર ગુજરાતનું મોડલ રજૂ કરશે.
- નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારતનું સ્થાન.
- સ્પોર્ટ્સ પાવર: વારસાથી ભવ્યતા તરફની સફર.
- એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લીન એનર્જી ઇનિશિયેટિવ.
- જળ સુરક્ષા (મિશન વોટર) અને સસ્ટેનેબિલિટી.
"ગુજરાત - રેડી ફોર ધ વર્લ્ડ, વ્હેર વિઝન મીટ્સ એક્શન" - આ મંત્ર સાથે રાજ્ય સરકાર વિશ્વના મંચ પર પોતાની મજબૂત દાવેદારી રજૂ કરવા સજ્જ છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
