હેપી બર્થ ડે અમદાવાદ
ઇન્ડિયાની પહેલી હેરીટેજ સીટીનો ઉજવાયો 607મો જન્મ દિવસ- ભારતમાં આધુનિકતા સાથે હેરીટેજ વારસો ધરાવતુ અનોખુ શહેર અમદાવાદ
ઇન્ડિયાની પહેલી હેરીટેજ સીટીનો ઉજવાયો 607મો જન્મ દિવસ- ભારતમાં આધુનિકતા સાથે હેરીટેજ વારસો ધરાવતુ અનોખુ શહેર અમદાવાદની સ્થાપના અહેમદશાહ બાદશાહે કરી ત્યારે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે અમદાવાદ શહેર તેના ભવ્ય સાસ્કૃતિક વારસાથી વિશ્વ વિખ્યાત બનશે અને એવુ તો બન્યુ જ અને આજે પણ આ વારસો એટલો જ તાજો લાગે છે.

અમદાવાદની સ્થાપના 607 વર્ષ પહેલા થઇ હતી અને તે ભદ્રનો કિલ્લો માણેક બ્રુજ સહિતની વિરાસતો તેની ભવ્યતા સાથે અડીખમ ઉભી છે. આજે અમદાવાદના જન્મદિવસની ઉજવણી અમદાવાદ શહેરના મેયર, ભાજપના અગ્રણી અને બોલીવુડ એક્ટર વિવેક એબોરોયની હાજરીમાં માણેક બ્રુજ ખાતે કરવામાં આવી હતી. કહેવાય છે કે સત માણેકજી દ્વારા બનાવવામાં આવેલો માણેક બ્રુજ અમદાવાદનો પ્રથમ સ્થાપત્ય ગણાય છે અને ત્યારબાદ ભદ્વનો કિલ્લો બનાવવામાં આવેલો હતો.
આ પ્રસંગે મેયર ગૌતમ શાહે જણાવ્યુ હતું કે અમદાવાદી તરીકે દરેક નાગરિક ગર્વ લે છે કારણ કે અમદાવાદમાં પોળોનો ભવ્ય વારસો આજે પણ એટલો અડીખમ છે તો પશ્રિમ અમદાવાદમાં આધુનિકતાનો વિકાસ થઇ રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડ હેરીટેજ સીટી જાહેર થયા બાદ અમદાવાદનો જન્મ દિવસ પ્રથમ વાર આવી રહ્યો છે તે આપણા માટે ગર્વની બાબત છે અને આપણા પોતીકા અમદાવાદના જન્મદિવસની ઉજવણીમાં દરેક અમદાવાદી હિસ્સો બને તે જરૂરી છે.

જ્યારે વિશેષ મહેમાન બનેલા વિવેક એબોરોયે જણાવ્યું કે અમદાવાદની છાપ તેમના માટે એક અનોખી છે કારણ કે ભવ્ય વારસો સચવાયો છે. તેમણે અમદાવાદની પોળો જોઇ છે તો અત્યાધુનિક બિલ્ડીગો પણ જોઇ છે. અમદાવાદની સ્થાપનાની ઓળખ સમાન માણેક બ્રુજ જે 607 વર્ષ જુનો છે.તે તેની એક ઉમદા મિશાલ છે.
અમદાવાદના ભવ્ય વારસાની વાત કરીએ તો ભદ્વનો કિલ્લો, ભદ્રકાળી માતાનું મંદિર, રાણીનો હજીરો, ત્રણ દરવાજા. કાલુ પુર સ્વામી નારાયણ મંદિર, સીદી સૈયદની જાળી, એલિસબ્રીજ, ગણેશ મંદિર. સરખેજ રોઝા, ગાંધી આશ્રમ, દાંડી પુલ, કોચરબ આશ્રમ સહિતની અનેક જગ્યા છે જે અમદાવાદનું જ નહી પણ સમગ્ર ભારતનું ગર્વ છે. હેરીજેટ વોકની શરૂઆત કરનાર અમદાવાદ ભારતનું પ્રમથ શહેર છે.
અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે વિદેશથી અમદાવાદમાં ફરવા માટે આવતા લોકોમાં પોળો સૌથી મહત્વના બની રહ્યા છે.કારણ કે તેનું બાંધકામ , પાણી સ્ટોરેજની યોજના જેવી બાબતો તેમને અંચબામાં મુકી દે છે. સાથોસાથ કાલુપુરમાં આવેસું સ્વામીનારાયણ મંદિર કે જેની સ્થાપના ખુદ ભગવાન સ્વામીનારાયણે કરી હતી અને એવુ કહેવાય છે કે આ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમયે અંગ્રેજોએ 21 તોપોની સલામી આપી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
