ગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન
ગુજરાતમાં અનોખા લગ્ન, દુલ્હન ન હતી છતાં બેન્ડ-બાજાં સાથે ધામધૂમથી નીકળી જાન
ગુજરાતના હિંમતનગરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. લગ્નમાં વરરાજો હતો, બેન્ડ-બાજાં હતાં, ધૂમધામથી જાન પણ નીકળી હતી, ખાવા-પિવાની બધી જ વ્યવસ્થા હતી, બસ કમી હતી તો માત્ર દુલ્હનની. જણાવી દઈએ કે પોતાના દિવ્યાંગ દીકરાનો શોક પૂરો કરવા માટે પિતાએ દુલ્હન વિના જ અનોખા લગ્નની વ્યવસ્થા કરી હતી. લગ્ન-વિવાહની બધી જ વિધિ પૂરી કરવામાં આવી, વરરાજો ઘોડી પણ ચઢ્યો હતો પરંતુ બધાની નજરો દુલ્હનની શોધી રહી હતી, જે હતી જ નહિ. આ મામલો ચાપપલાનાર ગામના અજયનો છે, જેને બાળપણથી જ આ શોખ હતો કે તેની જાન નીકળે અને લોકો નાચે. તે હંમેશા પોતાના પરિવારને પૂછ્યા કરતો હતો કે મારા લગ્ન ક્યારે થશે. બસ દીકરાના આ શોકને પૂરો કરવા માટે પિતાએ દુલ્હન વિના તેની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કરી લીધું.

પરિવારના સભ્યોએ જણાવ્યું કે બરોત પરિવારના આ લગ્ન પર બે લાખથી પણ વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો જેથી કરીને લગ્ન કરવાની તેની લાંબા સમયની ઈચ્છા પૂરી કરી શકાય. લગ્નના દિવસે અજયે શેરવાની પહેરી હતી. ઘોડા પર સવાર અજય આખા ગામમાં ફર્યો. અજયના ચાચા કમલેશ બરોતે કહ્યું કે, 'અજય માનસિક રૂતે કમજોર છે, અમે જાણીએ છીએ કે કોઈ છોકરી તેની જોડે ક્યારેય લગ્ન નહી કરે. પરંતુ તે હંમેશા પૂછતો રહેતો હતો કે તેના લગ્ન ક્યારે થશે. તે કેટલાય લગ્ન સમારોહમાં સામેલ થઈ ચૂક્યો છે, ત્યારે તેણે ત્યાં જઈને ડાંસ પણ કર્યો. લગ્ન સમારોહથી પરત આવ્યા બાદ તે પોતાના લગ્ન વિશે પૂછતો હતો.'
અજયના પિતા વિષ્ણુભાઈ બરોત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં કન્ડક્ટર તરીકે કામ કરી રહ્યા છે. કમલેશે કહ્યું કે, 'માત્ર અજયને ખુશ કરવા માટે આખા બરોત પરિવારે લગ્નનું આયોજન કરવાનો ફેસલો લીધો હતો.'
આ પણ વાંચો- દલિતની જાન રોકવા માટે ઉપલી જ્ઞાતિના લોકોએ રસ્તો રોક્યો, કરવા લાગ્યા ભજન-યજ્ઞ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
