વિશ્વની કંપનીઓ ન કરી શકી તે આ ગુજરાતીએ કર્યું, બનાવ્યું અનોખું સફાઇ મશીન
ગાંધીનગર, 6 ઓક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 ઓક્ટોબરથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન ઝુંબેશ શરૂ કરી છે. ગુજરાત પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ ગયું છે. જોકે ઇડરની એક વ્યક્તિ કંઇક અનોખી રીતે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ છે. તેમણે એક એવું મશીન બનાવ્યું છે, જે વિશ્વની કંપનીઓ પણ બનાવી શકી નથી. તેમમે સફાઇ માટે એક અનોખા મશીનનું નિર્માણ કર્યું છે. આ મશીનની ખાસીયત એ છેકે તે રસ્તાઓની તો સફાઇ કરી જ શકે છે, પરંતુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલા અનાજને બચાવવાનું કામ પણ કરે છે.
આ અંગે જાણવા મળ્યા અનુસાર, ઇડરમાં હાલ આ મશીનનો ઉપયોગ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેઓ ચકાસી રહ્યાં છેકે આ મશીન યોગ્ય રીતે સફાઇ કરી શકે છેકે નહીં, જો આ નગરપાલિકાની ચકાસણીમાં ખરું ઉતરશે તો પાલિકા દ્વારા તેને ખરીદવામાં આવશે. આ મશીન રસ્તા પરથી રેતી સહિતના કચરાને એક સફાઇ કામદારની જેમ સાફ કરીને ઉપાડી લે છે. આ મશીન કોઇ જાણીતી વ્યક્તિએ નહીં પરંતુ આમ આદમી દ્વારા બનાવવામાં આવ્યું છે, અરવિંદ દરજી નામની સામાન્ય વ્યક્તિએ તૈયાર કરેલા મશીનનો ઉપયોગ માર્કેટ યાર્ડમાં પણ કરી શકાય છે. જેમાં આ મશીન થકી અનાજને સાફ કરીને અન્ય સ્થળે લઇ જવામાં મદદ મળી શકે છે. ઉપરાંત તેમાં અલગ અલગ સાધનો લગાવવામાં આવે તો તે સફાઇની સાથોસાથ દવા છંટકાવનું કામ પણ કરી શકે છે.
મશીન અંગે જાણવા મળેલી માહિતી મુજબ વિદેશમાંથી આ પ્રકારના મશીન મંગાવવામાં આવે તો તેની કિંમત 60 લાખ કરતા વધારે થઇ જાય છે, પરંતુ આ મશીન 17 લાખ રૂપિયાની આસપાસ મળી રહે છે. આ મશીનને આરટીઓ દ્વારા પણ મંજૂરી મળી ગઇ છે. એવું પણ માનવામાં આવી રહ્યું છેકે, જો નગરપાલિકાની ચકાસણીમાં આ મશીન સફળ થશે તો તે સફાઇ કામદારોનું સ્થાન લઇ શકે છે. ચાલો તસવીરો થકી એ મશીનને નિહાળીએ.

સફાઇ કામદારની જેમ કરે છે સફાઇ
આ મશીન રસ્તા પરથી રેતી સહિતના કચરાને એક સફાઇ કામદારની જેમ સાફ કરીને ઉપાડી લે છે.

આમ આદમીએ બનાવ્યું મશીન
આ મશીન કોઇ જાણીતી વ્યક્તિએ નહીં પરંતુ આમ આદમી દ્વારા બનાવવામાં આવ્યું છે, અરવિંદ દરજી નામની સામાન્ય વ્યક્તિએ તૈયાર કરેલા મશીનનો ઉપયોગ માર્કેટ યાર્ડમાં પણ કરી શકાય છે.

માર્કેટયાર્ડ માટે પણ છે ઉપયોગી
આ મશીનની ખાસીયત એ છેકે તે રસ્તાઓની તો સફાઇ કરી જ શકે છે, પરંતુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલા અનાજને બચાવવાનું કામ પણ કરે છે.

મશીન અનેકવિધ રીતે મદદરૂપ
આ મશીન થકી અનાજને સાફ કરીને અન્ય સ્થળે લઇ જવામાં મદદ મળી શકે છે. ઉપરાંત તેમાં અલગ અલગ સાધનો લગાવવામાં આવે તો તે સફાઇની સાથોસાથ દવા છંટકાવનું કામ પણ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
