ગુજરાતમાં આગામી 5 દિવસ કેવુ વાતાવરણ રહેશે? જાણો તાજી આગાહી
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે, જેના પરિણામે રાજ્યભરમાં ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 7.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસના વાતાવરણ અને સંભવિત કમોસમી વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

રાજ્યમાં શિયાળો હવે તેના અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ છેલ્લા 24 કલાકમાં અનેક શહેરો અને ગામડાઓમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વહેલી સવારે લોકો ગુલાબી ઠંડી અને ગાઢ ધુમ્મસનો અહેસાસ કરી રહ્યા છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી 15 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.
આગામી પાંચ દિવસના હવામાનની વાત કરીએ તો હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના બર્ફીલા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આવનારા પાંચ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, એટલે કે કડકડતી ઠંડીનો માહોલ યથાવત્ રહેશે. જો કે, પાંચ દિવસ બાદ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
ઉત્તર-પૂર્વના સૂકા અને ઠંડા પવનોને કારણે રાત્રિના સમયે અને વહેલી સવારે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાશે. ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે, હવામાન વિભાગ અનુસાર, આગામી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ની કોઈ શક્યતા નથી. વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના મતે, ભારતીય હવામાન પર હાલ લા-નીનાની ગાઢ અસર જોવા મળી રહી છે. આ અસર ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષાનું કારણ બની શકે છે અને અન્ય રાજ્યોમાં પણ ઠંડીમાં વધારો કરી શકે છે. લા-નીના એ વૈશ્વિક હવામાન પેટર્નનો એક અભિન્ન હિસ્સો છે અને તેની વ્યાપક અસર જોવા મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
