Gujarat Winter: રાજ્યમાં કઈ તારીખથી વધશે ઠંડી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Winter: શ્રીલંકામાં વિનાશ વેર્યા બાદ 'Ditwah' ચક્રવાત ભારતની નજીક પહોંચ્યું, ગુજરાત પર વાવાઝોડાની કોઈ સીધી અસર નહીં થાય, પરંતુ આગામી 3-4 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી ગગડતાં ઠંડી વધશે, તમિલનાડુમાં રાહત અને બચાવ કાર્ય માટે વડોદરાથી NDRFની ટીમો રવાના કરાઈ.

હવામાન વિભાગે Ditwah વાવાઝોડની ગુજરાત પર અસરને નકારી છે. ગુજરાતના હવામાનની વાત કરીએ તો આગામી 3થી 4 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદછાયું વાતાવરણ રહેશે અને સવાર ધુમ્મસ રહે તેવી શક્યતા છે. જો કે આગામી 3થી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઇ શક્યતા નથી. જો કે આગામી દિવસોમાં ગુજરાતમાં 2થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા. ઉપરાંત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આગામી દિવસોમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે.
શ્રીલંકામાં ભારે તબાહી મચાવ્યા બાદ 'Ditwah' ચક્રવાત હવે ભારતની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. આ વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું છે, જેની સૌથી વધુ અસર તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં જોવા મળશે. આ ત્રણેય રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી છે.
તમિલનાડુમાં વ્યાપક તૈયારીઓ અને રાહત કાર્ય
'Ditwah' ચક્રવાતના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે વ્યાપક તૈયારીઓ શરૂ કરી છે.
- બચાવ ટીમો: રાજ્યભરમાં 28 ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે.
- રાહત શિબિરો: સંવેદનશીલ જિલ્લાઓમાં 6,000 રાહત શિબિરો તૈયાર કરવામાં આવી છે.
- વડોદરાથી NDRF: નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 6ઠ્ઠી બટાલિયનની પાંચ ટીમોને ગુજરાતના વડોદરાથી ચેન્નાઈ એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમો FWR અને CSSR સાધનોથી સજ્જ છે અને રાહત-બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવશે.
શ્રીલંકામાં વિનાશ અને ફ્લાઇટ્સ રદ
ચક્રવાત 'Ditwah'એ પડોશી શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યો છે, જ્યાં મુશળધાર વરસાદને કારણે ઓછામાં ઓછા 153 લોકોના મોત થયા છે અને લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે.
- એરપોર્ટ પર અસર: ચેન્નાઈ એરપોર્ટે શનિવારે 54 ફ્લાઇટ્સ રદ કરી હતી અને રવિવાર માટે વધુ 47 ફ્લાઇટ્સ (36 સ્થાનિક અને 11 આંતરરાષ્ટ્રીય) રદ કરવાની જાહેરાત કરી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
