આ વર્ષે વાવાઝોડા-વરસાદ સાથે જોવા મળશે લાંબી હીટવેવ, જાણો હવામાન આગાહી
Gujarat Weather Update, Gujarat Weather forecast: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા લોકોને આગામી દિવસોમાં આકરી ગરમીની સાથે સાથે વાવાઝોડાનો પણ સામનો કરવો પડશે. આ વખતે જૂન વધુ ગરમ રહેશે અને વાવાઝોડું પણ લાવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, ઝડપી પવન અને ચક્રવાતી વાવાઝોડા જેવી સ્થિતિ રહેશે. ગુજરાતની જનતાએ હવામાનના આ બદલાવનો સામનો કરવો પડશે. જૂનના આગમન સાથે રાજ્યનું હવામાન બદલાશે.
રાજ્યની જનતા આકરી ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહી છે. દરમિયાન પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને હવામાનની આગાહી કરનારા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે જૂનમાં ગરમીનું પ્રમાણ વધશે. જૂન દરમિયાન ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી પડશે.
એવું માનવામાં આવે છે કે, મે મહિના કરતાં જૂનમાં વધુ ગરમી પડશે. સામાન્ય રીતે જૂનમાં 3 દિવસ હીટવેવ રહે છે, પરંતુ આ વખતે આ સમયગાળો 6 દિવસ સુધી ચાલી શકે છે. જૂન દરમિયાન રાત્રિના તાપમાનમાં વધારો થશે, જેના કારણે લોકોને ગરમીની પરેશાની સહન કરવી પડી શકે છે.
આ વર્ષે રેમલ ચક્રવાત ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર લાવશે. આગામી 3 દિવસમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે. જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ દરમિયાન 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

રાજ્યના 4 જિલ્લામાં ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે. આગામી 3 દિવસમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ધૂળની ડમરીઓ આવવાની સંભાવના છે. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ દિશામાંથી આવતા પવનને કારણે ગરમીમાં થોડો ઘટાડો થશે. અરબી સમુદ્રમાંથી આવતા પવનને કારણે તેમાં વધુ ભેજ રહેશે.
પવનની ઝડપ પણ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. બીજી તરફ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલનું કહેવું છે કે, ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે.
વાવાઝોડાની સાથે ચોમાસા પહેલાનો વરસાદ પણ વહેલો આવશે. 4 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે.
વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો, જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા અને કચ્છમાં વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે પ્રિ-મોન્સુન એક્ટિવિટી થશે.
આ વખતે ખેડૂતો માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, કેરળમાં 31 મેના રોજ ચોમાસું આવ્યું હતું. એટલે કે ચોમાસું એક દિવસ વહેલું આવી જશે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂને આવે છે.
હવામાનશાસ્ત્રીઓના મતે ગુજરાતમાં જૂનના પ્રથમ સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી જોવા મળશે. પ્રથમ સપ્તાહમાં વલસાડ, ડાંગ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે. આણંદ, વડોદરા, નડિયાદ અને મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે.
ધંધુકા, ભાવનગર અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પ્રિ-મોન્સુન વરસાદ પડશે. પંચમહાલના કેટલાક વિસ્તારો ઉપરાંત સાબરકાંઠામાં પણ પ્રિ-મોન્સુન વરસાદ જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં 4 જૂન સુધી વરસાદ પડશે. રોહિણી નક્ષત્રના પાછળના ભાગોમાં વરસાદને કારણે ચોમાસું સારું રહેશે. દોઢ મહિના પછી સારો વરસાદ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
