રાજ્યના ઘણા જિલ્લામાં થશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather update: નવરાત્રી દરમિયાન ઘણા જિલ્લામાં વરસાદ નોંધયો હતો. આ વચ્ચે રાહતના સમાચાર હતા કે, નવરાત્રી દરમિયાન ખૈલાયાઓ વરસાદની ચિંતા વગર ગરબે ઘુમ્યા હતા. નવરાત્રી બાદ પણ સમગ્ર ગુજરાતમાં ચોમાસું જોરશોરથી ચાલી રહ્યું છે.
છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત, ડાંગ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન કેટલાક સ્થળોએ વરસાદની વધુ ચેતવણી જાહેર કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગના તાજેતરના બુલેટિનમાં જણાવ્યા અનુસાર, ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં 15 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની સંભાવના છે.
આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આજથી 21 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની તીવ્રતા અને વિસ્તાર ઓછો થવાની ધારણા છે.












Click it and Unblock the Notifications
