Gujarat Weather Update: ગુજરાત સહિત 25 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Update: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે. દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. શનિવારના રોજ પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત દિલ્હી, મુંબઇ સહિત જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પૂર્વોત્તરના રાજ્યો અને તામિલનાડુ, કેરળ અને ઓડિશા લગભગ તમામ રાજ્યોમાં પણ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કેટલાક વિસ્તારો સિવાય દેશના 25 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરી છે, અને પીળાથી લાલ સુધીના એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે ભારે વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. જેના કારણે શનિવારે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતને અડીને આવેલા વિસ્તારોમાં અપવાદરૂપે ભારે વરસાદ નોંધાયો હતો.
આગામી બે દિવસ માટે IMDએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તેમજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળના ગંગા કાંઠા, ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચેતવણી આપી છે.
કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાનો પણ ભય છે. હવામાન વિભાગ દ્વારા પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાત પ્રદેશ માટે 17-18 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
