Gujarat Weather Update : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, જાણો હવમાન વિભાગની આગાહી

દેશના ઘણા રાજ્યોમાં શ્રાવણ મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

Gujarat Weather Update : દેશના ઘણા રાજ્યોમાં શ્રાવણ મહિનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. બુધવારના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી

ગંગાના મેદાનોમાં ચોમાસાની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઉત્તર પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહારના ભાગો અનેઉત્તર મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત, દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાનાકર્ણાટક, કેરળ, ઉત્તરાખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા ભારે ધોધ સાથે હળવાથી મધ્યમવરસાદની શક્યતા છે.

બિહારના 10 જિલ્લામાં એલર્ટ

બિહારના 10 જિલ્લામાં એલર્ટ

ગુરુવારના રોજ બિહારના 10 જિલ્લામાં ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોનેસાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

બેતિયા, મોતિહારી, ગોપાલગંજ, સિવાન, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર અનેભાગલપુરમાં ભારે વરસાદની સંભાવના છે.

દિલ્હીમાં ભારે વરસાદ ચાલુ રહેશે

દિલ્હીમાં ભારે વરસાદ ચાલુ રહેશે

બુધવારના રોજ દિલ્હી-NCRમાં ભારે વરસાદ થયો હતો. તેનાથી ભેજ અને ગરમીથી રાહત મળી હતી. સફદરજંગ ખાતેના વેધર સ્ટેશનેસમગ્ર દિવસ દરમિયાન બે ઈંચથી વધુ વરસાદ નોંધ્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જુલાઈ સુધી દિલ્હીમાં હવામાનનીપેટર્ન એવી જ રહેશે. ગુરુવારના રોજ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.

આજની હવામાનની આગાહી

આજની હવામાનની આગાહી

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તર અને મધ્ય મધ્ય પ્રદેશ, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને આસામ, અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો,ઓડિશા, વિદર્ભ અને કોસ્ટલ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારેથી બહુ ઓછા સ્થળોએ વરસાદ થઈ શકે છે.

તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

ઉત્તરપૂર્વ ભારત, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવા, આંતરિક ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, કેરળ, લક્ષદ્વીપ, ઉત્તરબિહારના ભાગો, દક્ષિણ બિહાર, ઝારખંડ અને તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બિહારના બાકીના ભાગો, લદ્દાખ,રાજસ્થાનના પશ્ચિમ ભાગો, આંતરિક કર્ણાટક, રાયલસીમા અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X