Gujarat Weather: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત આ જગ્યાએ આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather: સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરુ થયેલા સાઈક્લોનિક સર્ક્યુલેસનના પગલે ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. આજે વલસાડ, નવસારી, સુરત, ભરુચ, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલીમાં વરસાદની આગાહી છે.

rain

14 એપ્રિલ રવિવારના રોજ સુરત, વલસાડ, ભરુચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીરસોમનાથમાં માવઠાની આગાહી છે. વળી, 15 એપ્રિલના રોજ કમોસમી વરસાદની સંભાવના નહિવત છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 14 એપ્રિલથી પ્રી-મોનસુન એક્ટિવિટીમાં હલચલ શરુ થશે. 12થી 15 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા વરસાદની સંભાવના છે. પરંતુ ત્યારબાદ 17 એપ્રિલથી રાજ્યમાં ગરમીનુ પ્રમાણ વધશે. અમુક ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે આ વર્ષે ગરમી, પ્રી-મોનસુન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. 20 મે પછી ગરમીનુ જોર વધશે. ત્યારબાદ 24 મેથી 6 જૂન આસપાસ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થશે.

રાજ્યના અલગ-અલગ શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 33 ડિગ્રી, વડોદરા, પાલનપુર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી, રાજકોટ, ભૂજ સહિતના વિસ્તારોમાં 29 ડિગ્રી, જ્યારે સુરતમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X