Gujarat Weather: ગુજરાત પર ફરીથી ઘેરાયા માવઠાના વાદળા, અમદાવાદ સહિત આ જગ્યાએ વરસાદની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં સતત પલટાઈ રહેલા વાતાવરણ દરમિયાન હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આઈએમડી દ્વારા બે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ માર્ચ મહિનાની શરુઆતમાં જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો કહેર વરસવાની સંભાવના છે.

rain

આઈએમડીના જણાવ્યા મુજબ 1 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની સંભાવના છે. વળી, સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને બોટાદના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 2 માર્ચના રોજ નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદની સંભાવના છે. 1થી 3 માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શિયાળાની વિદાય અને ઉનાળાની શરુઆત દરમિયાન સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરુઆતમાં માવઠાની સંભાવના છે. વળી, આગામી બે દિવસમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.

વળી હવામાન વિભાગ મુજબ દરિયાકાંઠે 45થી 55 કિમી પ્રતિ કલાકની સ્પીડ રહેવાની સંભાવનાના પગલે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. માવઠાની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને ઘઉંના પાકમાં નુકશાન થઈ શકે છે. હાલમાં બટાકા અને રવિ પાકોની લણણીની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતિત છે. ખેતીવાડી માર્કેટ યાર્ડમાં અનાજની બોરીઓને સુરક્ષિત રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ આવે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 20.2 ડિગ્રી, ગાંધીનગરમાં 19.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X