Gujarat Weather: રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું છે, અને રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ પંથકમાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આગામી સમયમાં ધીરે ધીરે વરસાદનું જોર હજી પણ ઘટશે તેવું અનુમાન હવામાન વિભાગનું છે.

Gujarat Weather: રાજ્યમાં ધોધમાર વરસાદ હવે મંગળવારથી વરસાદની ગતિ મંદ પડી છે. મંગળવારે કચ્છમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે આવનારા 5 દિવસમાં કોઈ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી નથી. ગુજરાતના કોઈપણ જિલ્લામાં કોઈ એલર્ટ નથી પરંતુ સામાન્ય વરસાદની વકી છે. બીજી તરફ ડિપ્રેશન નલિયાથી 260 કિમી દૂર જતું રહ્યું છે. તો પાકિસ્તાનની નજીક પહોંચ્યું છે.
India Meteorological Department: હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, 09 સપ્ટેમ્બર, 2025ના રોજ ભારતીય સમય મુજબ 2330 કલાકે ડિપ્રેશન દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. તે 25.0°N અક્ષાંશ અને 67.1°E રેખાંશ નજીક, કરાચી (પાકિસ્તાન) ની ઉત્તરે, સકરંદ (પાકિસ્તાન) થી 120 કિમી પશ્ચિમે, હૈદરાબાદ (પાકિસ્તાન) થી 140 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમે અને નલિયા (ગુજરાત) થી 260 કિમી ઉત્તરપશ્ચિમે સ્થિત હતું. તે દક્ષિણ પાકિસ્તાનમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, આગામી 12 કલાક દરમિયાન તેની તીવ્રતા જાળવી રાખશે. ત્યારબાદ, તે ધીમે ધીમે વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને આગામી 12 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં આવી જશે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે મંગળવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 9થી 15મી સપ્ટેમ્બર સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. માછીમારોને આજે દરિયો ન ખેડવાની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠે 45થી 55 કેએમપીએચ સાથે હવા ફૂંકાશે આ સાથે હવાની મહત્તમ સ્પીડ 65 સુધી જઈ શકે છે. આજથી દરિયાકાંઠાના વિસ્તારોની પવનની ગતિ ઓછી થઈ શકે છે.
ગુજરાતમાં સિઝનનો 106% વરસાદ વરસ્યો
રાજ્યમાં સિઝનનો 106% વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનને બાદ કરતાં તમામ ઝોનમાં 100% કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 117.03, મધ્ય ગુજરાતમાં 110.07, દક્ષિણ ગુજરાતમાં 110.68, કચ્છમાં 116.12 અને સૌરાષ્ટ્રમાં 93% વરસાદ નોંધાયો છે. રાજ્યના 207 જળાશયોમાં 87.54 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 91.07 ટકા પાણીનો સંગ્રહ છે. 127 ડેમ હાઈ એલર્ટ, 24 ડેમ એલર્ટ અને 12 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
