Gujarat Weather: રાજ્યમાં વરસાદ ફરી એક્ટિવ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 18 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

જાણો રાજ્યમાં આજે ક્યાં પડી શકે છે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આ વખતે રાજ્યમાં 100% કરતા વધુ વરસાદ નોંધાયો છે.
Weather News: હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 12થી 18 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 14થી 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રિમાં વરસાદ થઈ શકે છે. રાજ્યના પાંચ ઝોનમાં વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ બની શકે છે વિલન
બીજી તરફ નવરાત્રી દરમિયાન પણ ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં પણ નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 18થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, એટલે કે નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
