Gujarat Weather: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય, 4 જિલ્લામાં રેડ એલર્ટ, ભરુચના વાલિયામાં 12 ઈંચ ખાબક્યો
Gujarat Weather: ગુજરાતમાં એકવાર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી આગામી 5 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આજે ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ આપ્યું છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર અને અમરેલી તેમજ ભાવનગરમાં આજે મંગળવારે ભારે વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. જ્યારે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 4થી 7 સપ્ટેમ્બર દરમિયાન પર રાજ્યમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યુ છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચ, તાપી, ડાંગ, સુરતમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ભરૂચ જિલ્લાના વાલા તાલુકામાં પોણા 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ તાપીના સોનગઢમાં સવા 10 ઈંચ વરસાદ પડ્યો હતો. વ્યારામાં પણ નવ ઈંચ વરસાદ ખાબક્યો હતો. વાલિયાનું ડહેલી ગામ પાણીમાં ગરકાવ થયું છે. વાલિયાના દેસાડ અને સોડગામ પણ બેટમાં ફેરવાયા હતા. વનખાડી અને કીમ નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. વાલિયાથી માંગરોળ અને અંકલેશ્વરના માર્ગ પર પાણી ભરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોરમાં ચાર ઈંચ વરસાદ થયો હતો. ખાનપુર, કડાણા, સંતરામપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ 94.81 ટકા ભરાતા હાઈએલર્ટ જાહેર કરાયો છે. ડેમમાં હાલ 57 હજાર 818 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 45 હજાર 180 ક્યુસેક પાણીની જાવક થઇ છે. ડેમના પાંચ ગેટ ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ આવશે. જેથી અનેક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યાત છે. સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તેમજ બંગાળનાં ઉપસાગરમાં એક પછી એક વરસાદી સિસ્ટમ બનશે. જેથી રાજ્યના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
-
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
