Gujarat Weather: નવરાત્રી વચ્ચે રાજ્યમાં હજી પણ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં નવરાત્રી શરુ થઈ ગઈ છે. બે નોરતા પુરા પણ થયા છે. આજે ત્રીજું નોરતું છે. નવરાત્રીના તહેવાર વચ્ચે રાજ્યમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ડાંગમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. ત્યારે હવામાન વિભાગે આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારે નવરાત્રીના ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, સુરત, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
રાજ્યમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ
આજે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
તેમજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
Weather News: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, રાજ્યમાં આજથી એટલે કે, 24થી 29મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 27થી 29મી સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 25મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
26મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાય છે. 26થી 29મી સુધીમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે વધુમાં માહિતી આપતા જણાવ્યુ છે કે, 27મી તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ પ્રમાણે 28મી તારીખે નવસારી, ડાંગ, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી તારીખની વાત કરીએ તો, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
