Gujarat Weather: અમદાવાદમાં સવારથી મેઘમહેર, ગુજરાતના 9 જિલ્લાઓમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Weather: આજે સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. આ ઉપરાંત રાજ્યના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે.

આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે.

guj rain

દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થન્ડરસ્ટ્રોમ વોર્નિંગ છે. આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 35થી 45 કિલોમીટર પ્રતિકલાક પવનની ગતિ રહી શકે છે.

સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. રવિવારે વરસાદનું જોર ઘટ્યું હતું. ઘણા તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે જાહેર કરેલી વરસાદની આગાહી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે સાબરકાંઠાના વિજયનગર અને આણંદના પેટલાદમાં 23 મીમી, વાંસદા 22 મીમી, ઇડર 21 મીમી, ડેડિયાપાડા, વઘઇ, ડાંગ આહવામાં 16 મીમી, કરજણ 1 મીમી, શુબીર 14 મીમી, વડાલી, ખેરગામ, કપરાડામાં 12 મીમી, ખંભાત 11, દેવગઢ બારીયા, ધનપુર, પલસાણા અને નવસારીમાં 10 મીમી વરસાદ વરસ્યો છે. આ સિવાય 55 તાલુકામાં 1થી 7 મીમી સુધી વરસાદ વરસ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X