Gujarat Weather: ગુજરાતમાં આજે આ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ગરમી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આજથી 11 જૂન સુધી ઘણા વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમુક વિસ્તારોમાં ચોમાસાની શરુઆત પહેલા આજથી જ હવામાન પલટાવાની શરુઆત થઈ જશે. મુંબઈમાં 5 જૂનથી વરસાદની શરુઆત થઈ ગઈ છે. આગામી 2-3 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનુ પ્રમાણ વધશે.

આઈએમડીના જણાવ્યા મુજબ રાજ્યમાં આજથી પ્રી-મોન્સુન એક્ટિવિટી શરુ થશે. સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્ર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરુઆત થઈ શકે છે. આજે દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, તાપી, નર્મદા, નવસારીમાં વરસાદ પડી શકે છે. વળી, 8 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ આવી શકે છે.
આ ઉપરાંત, 9 અને 10 જૂને રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ 9થી 11 જૂન દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં બુધવારે અમદાવાદમાં 41.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. બંને શહેર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વિદ્યાનગરમાં 40.9 ડિગ્રી, રાજકોટમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
