Gujarat Weather News: રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather News: આજે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના લીધે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદ વિદાય લઈ શકે છે.

Gujarat News: ગુજરાતમાં આ ચોમાસું સારું રહ્યું છે. હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ રહ્યુ છે. ગુજરાતમાંથી હવે વરસાદનું પ્રમાણ ઘટી રહ્યુ છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે પહેલી ઓક્ટોબર સુધીમાં અનેક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે આવતીકાલથી એટલે કે, 27મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની શક્યતા છે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
Weather News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિમી પ્રતિ કલાક રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું હતું કે, રાજ્યમાં ખાસ કરીને ડાંગ, તાપી, સુરત, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ સહિત અમદાવાદમાં હળવા વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 30થી 35 કિમી પ્રતિ કલાક રહેશે. 28 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે 27મી તારીખે ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 27મી તારીખે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે 28મી તારીખે વડોદરા, ભરૂચ, આણંદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
29મી તારીખની વાત કરીએ તો, સુરત, તાપી, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
30મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પહેલી ઓક્ટોબરના રોજ આખા રાજ્યમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં 111.16% વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.28, સૌરાષ્ટ્રમાં 95.70 અને દક્ષિણ ગુજરાતમાં 116.96% વરસાદ વરસ્યો છે.
-
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
