Gujarat Weather: ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસાની એન્ટ્રી, આગામી 7 દિવસ વરસાદની આગાહી
Gujarat Weather: દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં ચોમાસુ દસ્તક દઈ શકે છે. રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં મહીસાગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી તેમજ જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી શરુ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર રવિવાર સાંજથી વાતાવરણ પલટાયુ હતુ. ભાવનગરમાં ધૂળની આંધી સાથે ભારે પવન ફૂંકાતા ઝીરો વિઝિબિલિટી થઈ ગઈ હતી. ગીરના તુલસીશ્યામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલીના બાબરામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રવિવારે ગુજરાતમાં 14થી વધુ જિલ્લા અને 35 તાલુકામાં વરસાદ થયો હતો. જેમાંથી પાંચ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો હતો. ચાર લોકોના મોત નીપજ્યા હતા. ભરુચમાં ભારે પવનથી ઝાડ પડતા 3 લોકોના મોત થયા હતુ. વડોદરામાં વીજળી પડતા એકનુ મોત થયુ હતુ.
આઈએમડી મુજબ આવતીકાલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 અને 13 જૂને પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની વકી છે. 12 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે.
14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર, સોમનાથ, દીવમાં વરસાદ થઈ શકે છે. વળી, 15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. 16 જૂને નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોોમનાથમાં વરસાદની આગાહી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
