Gujarat Weather: રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, ઓક્ટોબરમાં પણ વરસશે
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ નજીક સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે.

આઈએમડી મુજબ સૌરાષ્ટ્રમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીઝ પણ થશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં બંગાળની ખાડીમાં બનેલુ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે લો પ્રેશર એરિયામાં ફેરવાશે. જે આગળ વધ્યા બાદ ગુજરાતમાં અમુક સ્થળોએ વરસાદ લાવશે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 115.5 ટકા વરસાદ થઈ ગયો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે 27 અને 28 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વરસાદ લાવશે. વળી, પશ્ચિમ-ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થઈ શકે છે.
તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, અમરેલી, બોટાદ, ગાંધીનગર, મહેસાણા, પંચમહાલમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, મહીસાગર, નર્મદા, નવસારી, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. વળી, બનાસકાંઠા, ગીર સોમનાથ, કચ્છ, રાજકોટમાં 29 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
