Gujarat Weather: આજે રાજ્યના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં નવરાત્રી પુરી થઈ ગઈ છે અને હવે થોડા દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવશે. તો પણ હજી સુધી ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. શિયાળાના આગમાનની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે શુક્રવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના પાંચ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Weather

રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain: રાજ્યમાં આજે શુક્રવારે સૌરાષ્ટ્રના મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ તેમજ કચ્છમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યના આ જિલ્લાઓમાં પડશે છૂટછવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે શુક્રવારના દિવસે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, ખેડા અને મહિસાગરમાં છૂટોછવાયો વરસાદ પડશે.

Weather News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પર વરસાદનું જોર છે. સૌરાષ્ટ્ર પર જે સિસ્ટમ હતી તે આગળ વધીને હવે અરબી સમુદ્રમાં પહોંચી ગઈ છે. આ સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચતાની સાથે જ ડિપ્રેશન બની ગઈ છે. હવામાન વિભાગે જારી કરેલા ટ્રેક પ્રમાણે આ સિસ્ટમ હજી આગામી 3 દિવસ દરમિયાન તે દક્ષિણપશ્ચિમ તરફ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની સંભાવના છે. એટલે કે, સિસ્ટમ ગુજરાત નજીક દરિયામાં જ રહેવાની સંભાવના છે. જેના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે અને બીજા વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે, આજે શુક્રવારે ભારે વરસાદની સંભાવના છે, કારણ કે તે ઓડિશા કિનારાથી પસાર થઈને છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર સહિત ભારતના આંતરિક ભાગોમાં પ્રવેશ કરશે. અરબી સમુદ્રમાં એક ઊંડા દબાણના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X