Gujarat Weather: ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજ્યમાં નવરાત્રિના રંગમાં વરસાદ પાડી શકે છે ભંગ કેમકે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાની વિદાય થઈ છે, તો પણ ચોમાસાની વિદાય વચ્ચે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અહેવાલ મુજબ આગામી 24 કલાક રાજ્યના અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર સહિતના જિલ્લાઓમાં છુટા છવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં મોટાભાગના વિસ્તારોમાં, જેમ કે વલસાડ, સુરત, તાપી, નવસારી અને દમણ, દાદરા અને નગર હવેલી; તેમજ મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ ખાસ કરીને પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ સહિતના વિસ્તારોમાં થોડાક સ્થળોએ વરસાદી ઝાપટા પડી શકે છે. તો રાજ્યના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે
અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઈવે, બોડકદેવ, સિંધુ ભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરબાપાનગર, મેમનગર, બાપુનગર, વિજય ચાર રસ્તામાં વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ વાગરામાં 3.78 ઇંચ વરસાદ, સુરતમાં 3.31 ઇંચ, લાઠીમાં 2.13 ઇંચ વરસાદ, ગઢડામાં 1.97 ઇંચ, વંથલીમાં 1.81 ઇંચ વરસાદ, બાબરામાં 1.77 ઇંચ, લિલિયામાં 1.54 ઇંચ વરસાદ, તળાજામાં 1.42 ઇંચ, કામરેજમાં 1.18 ઇંચ વરસાદ, વાઘોડિયામાં 1.18 ઇંચ, ઝઘડિયામાં 1.14 ઇંચ વરસાદ, ગરબાડામાં 1.02 ઇંચ, વડોદરામાં 0.98 ઇંચ વરસાદ નોંધાયો છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
