Gujarat Weather: રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે અને 14થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વરસાદની 4 ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડ માટે હવે તૈયાર થઈ જાવ. આજથી ચોમાસું ફરીથી સક્રિય થઈ રહ્યું છે. આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર ચોમાસાની સિસ્ટમની વાત કરવામાં આવે તો એક મોન્સૂન ટ્રફની રચના થઈ છે જે ભટિંડા, પટિયાલા, દહેરાદૂનથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલું છે. આ સાથે બંગાળની ખાડી પર સમુદ્રની સપાટીથી 3.1 કિમીથી 5.8 કિમી સુધીની ઊંચાઈએ એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ હતી. જેની અસર હેઠળ 13 ઓગસ્ટે બંગાળની ખાડી ઉપર એક લો પ્રેશર એરિયા સર્જાયું છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી 4 સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આજથી 19મી ઓગસ્ટ સુધીમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, આજે સુરત, તાપી, અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે 15મી તારીખે વરસાદની તીવ્રતાના લપેટામાં ઉત્તર ગુજરાત પણ આવી ગયું છે. તે દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
16મી તારીખે ફરીથી વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. શનિવારે સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
17મી તારીખે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, આણંદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
18મી તારીખે વરસાદની તીવ્રતા વધતી દેખાય છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
19મી તારીખે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધવાની આગાહી છે. આ દિવસે અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, દાહોદ, છોટાઉદેપુર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો
Gujarat Rain: ગુજરાતમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 64 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 68.79 ટકાથી વધુ વરસાદ દક્ષિણ રિજિયનમાં જ્યારે પૂર્વ-મધ્યમમાં 66.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.21 ટકા, કચ્છમાં 65.13 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 56.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 52 ડેમ હાઈએલર્ટ એટલે કે 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 25 ડેમ એલર્ટ પર તેમજ 26 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
