Gujarat Weather: રાજ્યમાં આ દિવસથી શરુ થશે ગાત્રો થીજવતી ઠંડી, જાણો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકુ રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ જણાવ્યુ કે રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. વળી, અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં વધુ ઘટાડો નહિ થાય.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, જૂનાગઢ, ખેડા, પોરબંદરમાં તાપમાન 31 ડિગ્રી, જ્યારે ડાંગ, ગાંધીનગરમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. વળી, અમરેલી, અરવલ્લી, વડોદરા, રાજકોટ, તાપી, મોરબી વગેરે જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન તેમજ દાહોદ, ગીર સોમનાથ સુરતમાં 27 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 14થી 18 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના રહેશે. વળી, 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડીનુ પ્રમાણ વધશે. 22 ડિસેમ્બર આસપાસ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા થયા બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અલનીનોની અસરના કારણે અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યુ છે જેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.












Click it and Unblock the Notifications
