Gujarat Weather: ગુજરાત ઠંડીમાં ઠુઠવાયુ, આ દિવસે માવઠાની સંભાવના, ખેડૂતો ચિંતામાં, રવિ પાકને નુકસાનની ભીતિ
Gujarat Weather: ગુજરાતમાં હાડ ધ્રૂજાવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અમુક જગ્યાએ 8 જાન્યુઆરીએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા કે છૂટોછવાયા વરસાદની સંભાવના છે.

વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં વરસાદના કારણે ચણા, ઘઉં સહિતના રવિ પાકને નુકશાન થઈ શકે છે. ખેડૂતોને અને વેપારીઓને માર્કેટયાર્ડમાં પાક પલળે નહિ તે રાખવા તાકીદ કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યુ કે રાજ્યમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જે આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે. પવનની ગતિ 15થી 20 નૉર્થ કોસ્ટમાં આપેલી છે. રાજ્યમાં એક દિવસમાં પારો 1-2 ડિગ્રી ઘટી ગયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે.
શીત લહેરના કારણે સમગ્ર ગુજરાતમાં લોકો ઠંડીથી ઠુઠવાયા છે. રાજ્યના અલગ-અલગ શહેરના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછુ 9 ડિગ્રી, અમદાવાદમાં 13.8 ડિગ્રી, ડીસામાં 10.5 ડિગ્રી, ગાંધીનગરમાં 12 ડિગ્રી, વડોદરામાં 14.6 ડિગ્રી, સુરતમાં 16.4 ડિગ્રી, દ્વારકામાં 15.4 ડિગ્રી, પોરબંદરમાં 12.6 ડિગ્રી, રાજકોટમાં 10.4 ડિગ્રી, દીવમાં 9.7 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 11.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.
મહત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 27.5 ડિગ્રી, અમદાવાદમાં 26 ડિગ્રી, ડીસામાં 26.1 ડિગ્રી, ગાંધીનગરમાં 25.6 ડિગ્રી, વડોદરામાં 26.4 ડિગ્રી, સુરતમાં 28.8 ડિગ્રી, દ્વારકામાં 28 ડિગ્રી, પોરબંદરમાં 30.6 ડિગ્રી, રાજકોટમાં 29.4 ડિગ્રી, દીવમાં 29.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 27.1 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.












Click it and Unblock the Notifications
