કચ્છમાં ઠંડીનુ મોજુ, ગુજરાતના આ વિસ્તારોમાં પણ પારે ગગડવાની હવામાનની આગાહી
ગુજરાતના ઘણા શહેરોમાં ઠંડીનુ પ્રમાણ વધી ગયુ છે. જાણો હવામાન અપડેટ.
અમદાવાદઃ ગુજરાતના ઘણા શહેરોમાં ઠંડીનુ પ્રમાણ વધી ગયુ છે. ઉત્તર પૂર્વીય ઠંડા પવનનુ જોર વધતા ગુજરાત સહિત કચ્ઠમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં સિવિયર કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો ગગડતા કોલ્ડસિટી ગણાતુ નલિયા રાજ્યનુ સૌથી ઠંડી શહેર બની ગયુ છે. કચ્છના લોકો ઠંડીથી ઠુઠવાઈ રહ્યા છે.

કચ્છમાં વહેલી સવારથી જ બર્ફીલા પવન સાથે ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતુ. સમગ્ર કચ્છ જિલ્લામાં કાતિલ ઠંડીનો લોકોને અનુભવ થયો હતો. કચ્છમાં પડી રહેલી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. ભૂજ સાથે કચ્છના નલિયા, માંડવી અને કંડલા એરપોર્ટ પર પણ ઠંડીનુ મોજુ ફરી વવળતા લોકોને અસહ્ય ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડી યથાવત રહે તેવી સંભાવના છે. જેના પગલે હજુ પણ આગામી દિવસોમાં કચ્છના લોકોને ઠંડીનો સામનો કરવો પડશે.
મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુત્તમ પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગે જણાવ્યુ છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. આગામી 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
