Gujarat Weather: હવામાનમાં આવી શકે છે પલટો, ભારે પવન ફૂંકાશે, માવઠાની સંભાવના, જાણો આગાહી
Gujarat Weather: ગુજરાતમાં વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. સવારે અને રાતે ઠંડી તેમજ બપોરના સમયે ગરમી લાગે છે.
રાજ્યમાં પવનોની દિશા બદલાના કારણે ઠંડીમાં વધ-ઘટ જોવા મળી રહી છે. મિશ્ર ઋતુના લીધે કૃષિ અને આરોગ્ય પર અસર જોવા મળી રહી છે.

હવામાનની આગાહી મુજબ 18થી 20 ફેબ્રુઆરીના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના પરિણામે સૌરાષ્ટ્રમાં 25 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 25થી 27 ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વહેલી સવારે અને રાતનુ તાપમાન ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો ગગડશે.
વળી, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે. સુરતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચ દરમિયાન ગુજરાતમાં અમુક ભાગોમાં વાદળો આવશે. વળી, 17થી 19 માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં માવઠાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
