Gujarat Weather Alert : ગુજરાતમાં માવઠાની સંભાવના, વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Weather Alert : ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે. આ જીરા અને ઘઉં જેવા પાક પર અસર કરી શકે છે.

તેમણે માર્ચ મહિનામાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને આ સમયગાળામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, પવનના જોરની અસર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેખાશે.
17થી 19 ફેબ્રુઆરી વચ્ચે પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ પવનનું જોર વધે તેવી શક્યતા છે. કચ્છમાં પવનની ગતિ 22 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી શક્યતા છે. આ પવન આંબાના પાક પર અસર કરશે.
માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવતા હોવાથી આ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિ આગામી ચોમાસા પર પણ અસર કરે એવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ અને દેહરાદૂનમાં શનિવારે વરસાદ પડવાની અને વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે.
આ સિવાય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા છે. હિમાચલ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થાય એવી સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
