ગુજરાતમાં 63.31 ટકા મતદાન, જરાકમાં રેકૉર્ડ તુટતાં રહી ગયો!

અમદાવાદ, 1 મે : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014 માટે ગઈકાલે થયેલ મતદાનના સત્તાવાર ફાઇનલ આંકડા જાહેર થઈ ગયાં છે. તે મુજબ ગુજરાતમાં ગઈકાલે 63.31 ટકા મતદાન નોંધાયું છે કે જે 47 વર્ષ બાદ બીજું ઉંચુ મતદાન બન્યું છે. ગુજરાતમાં 1967માં 63.77 ટકા મતદાન નોંધાયુ હતું કે જે અત્યાર સુધીનો રેકૉર્ડ છે. આ વખતે પણ ગુજરાતે મતદાનમાં ભારે જોમ દાખવ્યો, પરંતુ જરાક માટે આ રેકૉર્ડ તુટતા રહી ગયો.

voter
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અનીતા કરવલ દ્વારા જારી કરાયેલ આંકડા મુજબ ગુજરાતમાં ગઈકાલે 63.31 ટકા મતદાન થયુ હતું. ગઈકાલે યોજાયેલ મતદાન દરમિયાન 1 કરોડ 41 લાખ 83 હજાર 430 મતદારોએ મતદાન કર્યુ હતું કે જેમાં 2 કરોડ 56 લાખ 89 હજાર 887 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કે જેમાં 1 કરોડ 41 લાખ 83 હજાર 430 પુરુષ અને 1 કરોડ 15 લાખ 6 હજાર 457 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

સૌથી વધુ બારડોલીમાં, સૌથી ઓછું પોરબંદરમાં

મતદાનના ફાઇનલ આંકડા ઉપર નજર નાંખીએ, તો ગુજરાતમાં સૌથી વધુ 74.59 ટકા મતદાન બારડોલી બેઠક ઉપર થયુ હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જે વિસ્તારમાંથી ચૂંટણી લડે છે, તેવા વડોદરામાં મતદાનની ટકાવારી 70.57 રહી હતી. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 71.15, ભરૂચમાં 74.54 અને વલસાડમાં 74.09 ટકા જેટલું ભારે મતદાન થયુ હતું. બીજી બાજુ સૌથી ઓછું 52.31 ટકા મતદાન પોરબંદરમાં થયુ હતું. ઉપરાંત અમરેલીમાં પણ 54.21 ટકા જેટલુ નીચુ મતદાન રહ્યુ હતું.

મતદાનની અધિકૃત ટકાવારી નીચે પ્રમાણે રહી હતી.

gujarat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X