Gujarat Vidhansabha Live: ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ, પબ્લિક યુનિવર્સિટી બિલ થયુ રજૂ
Gujarat Vidhansabha Live: ગુજરાત વિધાનસભાનુ 4 દિવસીય ચોમાસું સત્ર આજથી શરુ થશે. આ સત્ર 13થી 16 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે એટલે 13 સપ્ટેમ્બરે ઈ-વિધાનસભા લૉન્ચ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે. ગુજરાત વિધાનસભાની કામગીરી પેપરલેસ કરવામાં આવી છે. ધારાસભ્યો હવે ટેબલેટથી પોતાના પ્રશ્નો રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના ચાર દિવસીય ચોમાસુ સત્રના લાઈવ અપડેટ માટે વનઈન્ડિયા ગુજરાતીનુ આ પેજ રિફ્રેશ કરતા રહો.

કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો
કોંગ્રેસ દ્વારા વિધાનસભાનાં પગથિયાં પર પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા કેસમાં 20 હજાર કરોડનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે. તેની ન્યાયિક તપાસ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.
લાંગા જમીન કૌભાંડ મામલે સૂત્રોચ્ચાર
વિધાનસભામાં બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા જમીન કૌભાંડ મામલે 'વિજયભાઈએ વેચી જમીન ભૂપેન્દ્રભાઈએ આપી મંજૂરી 20,000 કરોડમાં કોના કેટલો ભાગ' જેવા સૂત્રો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું
ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યુ કે મહિલા સુરક્ષા સમિતિ મામલે 27 વર્ષથી પેન્ડિંગ નથી. કમિટી 2014 અને 2017માં બનાવામાં આવી હતી પણ સમય પૂર્ણ થઈ ગયો છે. મહિલા સુરક્ષા માટે સમિતિ ઝડપી બનાવીશું. 27 વર્ષમાં ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓને સુરક્ષા ભાજપે આપી છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપ્યો જવાબ
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું કે રાજ્યમાં બળાત્કાર જેવી એક પણ ગુનો ન નોંધાઇ તે માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. દેશમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ક્રાઈમ રેટ ખૂબ ઓછો છે. દેશમાં બળાત્કારનો ક્રાઈમ રેટ 4.8 ટકા છે જ્યારે ગુજરાતનો ક્રાઈમ રેટ 1.8 ટકા છે.
રાષ્ટ્રપતિ મૂર્મુએ કર્યુ 13 મિનિટનુ સંબોધન
રાષ્ટ્રપતિ મૂર્મુએ 13 મિનિટના સંબોધનની શરૂઆતમાં જ તેમણે ગુજરાતના પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી રચિત પંક્તિઓ યાદ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે આજે બે વર્ષ પૂરા કરતા રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા.
કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેષ પરમારને સંસદીય મંત્રી રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.
રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે ઈવિધાનસભા એપનુ લૉન્ચિંગ
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)નું લૉન્ચિંગ.
Live: માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ્હસ્તે ગુજરાત વિધાનસભા ખાતે નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન (NEVA)નું લોન્ચિંગ. https://t.co/ZrLhhMaL4d
— BJP Gujarat (@BJP4Gujarat) September 13, 2023
સમયનો બચાવ થશેઃ શંકર ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યુ કે ઈ વિધાનસભાથી કામકાજમાં ગતિ આવશે. સમયનો બચાવ થશે. આપણા માટે આ ગર્વની ક્ષણ છે. હવે આપણે ફિઝિકલથી ડિજીટલ બન્યા છીએ. ગૃહની કામગીરીમાં ગતિ અને પારદર્શિતા આવશ. દર વર્ષે 25 ટન કાગળ બચશે. ગૃહના તમામ સભ્યોને બે આઈપેડ અપાયા છે. વિધાનસભાની તમામ કામગીરી ઓનલાઈન શરૂ થઈ છે.
READ MORE
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
