ટ્રાફિક બ્રિગેડના જવાનોના પગારમાં 50 ટકાનો વધારો
ગુજરાતમાં ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોના દૈનિક માનદ વેતનમાં રાજ્ય સરકારે 50 ટકાનો નોંધપાત્ર વધારો કર્યો છે. હવે TRB જવાનોને દૈનિક 300 ના બદલે 450 ચૂકવવામાં આવશે, જે સીધો 150 નો વધારો છે. આ નિર્ણયનો અમલ આજથી જ શરૂ થઈ ગયો છે, જેનાથી રાજ્યભરના 10,000 થી વધુ TRB જવાનોને ફાયદો થશે.

અત્યાર સુધી TRB જવાનોને દૈનિક 300 ચૂકવવામાં આવતા હતા, જેમાં હવે સીધો 150 નો વધારો કરીને દૈનિક ₹450 નું માનદ વેતન મળશે. આ વધારો આજથી જ અમલી ગણાશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યની ટ્રાફિક વ્યવસ્થાપન સુદ્રઢ બનાવવામાં TRB જવાનોની ભૂમિકા કોઈ સૈનિકથી ઓછી નથી. કાળઝાળ ગરમી હોય કે ધોધમાર વરસાદ, આ જવાનો પ્રજાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર અડીખમ ઉભા રહે છે. તેમના આ પરિશ્રમ અને સમર્પણની કદર કરીને રાજ્ય સરકારે આ આર્થિક પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલી આ વ્યવસ્થા હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસ દળને પૂરક બનીને મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વર્ષ 2018 ના ઠરાવ મુજબ જવાનોને દૈનિક ₹300 મળતા હતા, જે વર્તમાન મોંઘવારીના સમયમાં અપૂરતા ગણાતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
