રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અવ્વલ, 12132 મેગા વોટની ક્ષમતા હાંસલ કરી
કેન્દ્ર સરકાર દ્વારા સોલાર, જળ, પવન જેવી પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં ભારતને સક્ષમ બનાવવા ઘણા નવા પ્રકલ્પો હાથ ધરાયા છે.
ગુજરાત વિવિધ પરંપરાગત ઊર્જાના સ્થાયી સ્ત્રોત વિકસાવવા હંમેશા પ્રયત્નશીલ છે. જેના કારણે ગુજરાત પવન ઊર્જા ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર વન રાજ્ય બન્યું છે.

પવન ઊર્જા એટલે કે વિન્ડ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં 31 જુલાઈ 2024 સ્થિતિએ 47,075.43 મેગાવોટની ક્ષમતા ધરાવતા વિન્ડ પાવર પ્રોજેક્ટો સ્થાપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત 12132.78 મેગાવોટની ક્ષમતા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે, જે દેશના કુલ ઉત્પાદનના આશરે 25.8 ટકા જેટલું થાય છે.
2023 સુધીમાં રાજ્ય સરકારે પરંપરાગત-રિન્યુએબલ એનર્જીમાં 100 ગીગાવોટની ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ લક્ષ્યાંકને ઝડપી હાંસલ કરવા કેન્દ્ર સરકારના સંકલનમાં રહીને ગુજરાત સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. ઉપરાંત ગુજરાત એનેર્જી ડેવેલપમેન્ટ એજન્સી-GEDA દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ પવન ઊર્જા પ્રોજેક્ટસ સ્થાપવા માટે સંભવિત સ્થળોની ઓળખ કરવામાં આવી છે.
આ સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પવન ગતિનો અભ્યાસ કરતાં સફળ પરિણામો પ્રાપ્ત થયા છે, જેનાથી પવન ઊર્જા પ્રોજેક્ટ્સ વધુ પ્રભાવશાળી રીતે આગામી સમયમાં વિકસાવવામાં આવશે.
છેલ્લા ૩ વર્ષમાં પવન ઊર્જા ક્ષેત્રે ગુજરાત અગ્રેસર છે, એટલું જ નહિ પરંતુ ગુજરાતે પવન ઊર્જા ક્ષેત્રે અનેક પુરસ્કાર અને સિદ્ધિઓ પણ મેળવી છે. અગાઉ વર્ષ 2021-22 અને 2022-23માં એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સી ઓફ સ્ટેટસ-AREAS, વર્ષ 2021-22માં રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા-NIWE તેમજ વર્ષ 2023-24માં નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય-MNRE દ્વારા રાજ્યને સૌથી વધુ પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા હાંસલ કરવા માટે વિવિધ ચાર એવાર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, લાંબો દરિયા કિનારો, વિશાળ મેદાન તેમજ સરળ ભૂપ્રદેશના પરિણામે પવન ઊર્જા ઉત્પાદન માટે ગુજરાત આદર્શ સ્થળ રહ્યું છે. જેને ધ્યાને રાખીને રાજ્યમાં વર્ષ 1993-94માં દેશની સૌથી પ્રથમ પવન ઊર્જા નીતિ જાહેર કરવામાં આવી હતી. હાલ ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 અમલમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
