Gujarat ST for Maha kumbh મહા કુંભ જવા ગુજરાતના આ શહેરોમાંથી મળશે વધુ 5 એસટી વોલ્વો બસ, જાણી લો ભાડુ
Maha kumbh 2025 : પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભમાં કરોડો લોકો પહોંચી રહ્યાં છે. મહા કુંભ માટે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો જઈ રહ્યાં છે.
ગુજરાતથી મહા કુંભ જવા માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ એસટી બસો દોડાવવામાં આવી રહી છે. આ બસો ગુજરાતના વિવિધ શહેરોથી સીધા પ્રયાગરાજ પહોંચાડે છે.

હવે ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે ગુજરાત સરકારે મહા કુંભ જઈ રહેલી બસોમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એસટી વિવિધ શહેરોથી વધુ 5 એસટી વોલ્વો બસો દોડાવવા જઈએ રહ્યું છે.
જાણકારી અનુસાર, આ બસો 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વોલ્વો બસ અમદાવાથી વધુ 1, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી 1 બસ શરુ કરવામાં આવશે.
સુરત તથા રાજકોટથી નવી શરુ કરવામાં આવનાર બસને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામા આવનાર છે.
અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવશે.
જણાવી દઈએ કે, ગુજરાત એસટી દ્વારા ગુજરાતના વિવિધ શહેરોથી પહેલા જ એસટી દ્વારા ઘણી બસો ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી કુંભમાં જવા માટે એસટી બસની સુવિધા મળે છે.
આ તમામ બસોના મુસાફરોએ પ્રયાગરાજ ખાતે તેમના રોકાણની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. અમદાવાદથી વ્યક્તિ દીઠ પેકેજ ચાર્જ 7800, સુરતથી 8300, વડોદરાથી 8,200 અને રાજકોટથી 8,800 રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
