ગુજરાતમાં માધ્યમિક શિક્ષકોની તાલીમના પ્રથમ તબક્કાનો આરંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના શિક્ષણની ગુણવત્તા સુધારવા કમર કસી છે. જેનાં ભાગરૂપે રાજ્યનાં માધ્યમિક શિક્ષકો માટે બે તબક્કામાં તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાંથી પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થયો છે. જેમને શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ તાલીમ આપવામાં આવશે. 10મી મે સુધી ચાલનારી આ તાલીમ શિબિરમાં શિક્ષકોને વર્તમાન શિક્ષણ પ્રવાહોથી માહિતગાર કરવામાં આવશે. આ ઉપરાંત શાળાનાં અભ્યાસક્રમને લગતી તમામ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા દરેક જિલ્લાઓમાંથી 1000 શિક્ષકોનો ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓની ખામી અંગે મોડયુલ બનાવવામાં આવ્યા હતા. આ ટેસ્ટમાં સામે આવેલ ખામીઓના આધારે શિક્ષકોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ધાટલોડીયાની સુમતિ વિદ્યાલય, હાથીજણમાં આવેલ સ્વામીનારાયણ વિદ્યાલય, બોપલમાં આવેલ શિવાશિષ વિદ્યાલય, દેત્રોજ, પીરાણા સહિતની શાળાઓમાં શિક્ષકો માટેની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પ્રથમ તબક્કામાં 4000 શિક્ષકોને તાલીમ અપાશે. જ્યારે બીજા તબક્કામાં 4500થી વધુ શિક્ષકોને તાલીમ અપાશે. શિક્ષકોની તાલીમ શિબિર અંગે ગુજરાત શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર. વરસાણીએ જણાવ્યું હતું કે આજથી રાજ્યમાં માધ્યમિક શાળાઓના શિક્ષકોની તાલીમ શીબીરની શરૂઆત કરવામાં આવી છે. તાલીમ શીબીરનાં બે તબક્કામાં રાજ્યભરનાં 45000 શિક્ષકોને આવરી લેવામાં આવશે.
જેમાં શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ દરમિયાન શિક્ષકોની જે ભુલો સામે આવી છે તેનાથી શિક્ષકોને માહીતગાર કરી આ ભુલો સુધારવા માટેની તાલીમ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે રાજ્યમાં શિક્ષણનું સ્તર જાણવા માટે બોર્ડ દ્વારા સર્વે કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓની અને શિક્ષણ પ્રક્રિયાની ખામીઓ અંગે દશ મોડયુલ તૈયાર કરાયા હતા. જેનાં આધારે શિક્ષકોની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
