પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતનો ડંકો, ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ મળ્યા!
ગુજરાતે કલાઇમેટ ચેન્જ અને પુનઃ પ્રાપ્ય ઊર્જા સંદર્ભે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને નવી નીતિઓ પણ બનાવી છે, જેના પરિણામે ગુજરાતે હરીત ઊર્જા નિર્માણમાં હરણફાળ ભરી છે.
ગાંધીનગર : ગુજરાતે કલાઇમેટ ચેન્જ અને પુનઃ પ્રાપ્ય ઊર્જા સંદર્ભે અનેકવિધ નવતર આયામો હાથ ધરીને નવી નીતિઓ પણ બનાવી છે, જેના પરિણામે ગુજરાતે હરીત ઊર્જા નિર્માણમાં હરણફાળ ભરી છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પરિણામે ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ પ્રાપ્ત થયા છે. આ એવોર્ડ ૨૭મી ઓગસ્ટના રોજ કેરળના કોચીન ખાતે નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબાના હસ્તે એનાયત થશે.

ઊર્જા વિભાગે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી છે તેના ફળ સ્વરૂપે આ એવોર્ડ ગુજરાતને પ્રાપ્ત થયા છે. મુખ્યમંત્રીશ્રી અને ઉર્જામંત્રીશ્રીએ આ વિશેષ સિદ્ધિ બદલ ઊર્જા વિભાગને અભિનંદન પાઠવ્યા છે.
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કલાઇમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારે સકારાત્મક પ્રજાલક્ષી ગ્રીન ઊર્જા નીતિ દ્વારા કરાયેલ ઉત્તમ કામગીરીને પરિણામે ગુજરાત હાલ પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૯૫૩૪ મેગા વોટ સાથે સંપૂર્ણ દેશમાં બીજા સ્થાને, સોલર ઉર્જાની સ્થાપિત ક્ષમતા ૭૯૭૩ મેગા વોટ સાથે બીજા ક્રમે જ્યારે સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧૯૨૫ મેગા વોટ સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
ગુજરાતને પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે એસોસીએશન ઓફ રીન્યુએબલ એનર્જી ઓફ સ્ટેટ (AREAS) દ્વારા જે ૯ એવોર્ડ એનાયત થવાના છે તે આ પ્રમાણે છે.
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઉર્જાની 'સ્થાપિત ક્ષમતા' માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય પવન ઊર્જા સ્થાપિત ક્ષમતા માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઊર્જા જનરેશન માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે પુનઃ પ્રાપ્ય ઊર્જા કેપેસીટી એડીશન (ક્ષમતા વધારા) માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા ક્ષમતા વધારવા માટે
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીને વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રથમ ક્રમની સૌથી વધારે પવન ઊર્જા વધારાની ક્ષમતા માટે
- મધ્ય ગુજરાત વિજ કંપની લી. ને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા 'સ્થાપિત ક્ષમતા' માટે
- મધ્ય ગુજરાત વિજ કંપની લી. ને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે સૌર ઊર્જા વધારાની ક્ષમતા માટે
- ગુજરાત ઊર્જા ટ્રાંસમીશન કંપની લી. ને વર્ષ ૨૦૨૧-૨૨ માટે દ્વિતિય ક્રમની સૌથી વધારે ટ્રાંસમીશન ક્ષમતા અને ટ્રાંસમીશન લાઇન્સ માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
