દિલ્હીમાં યોજાયેલ રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં કાસ્ય ચંદ્રક મેળવી ગુજરાતનું ગૌરવ વધારતા ડો.ધારા રાણા
ગુજરાતની ડો ધારાને દિલ્હીની રાષ્ટ્રીય તરમ સ્પધામાં કાસ્ય પદક મેળવીને જામનગરની મહિલાએ ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે.
સરકારના કર્મચારીઓની (All India Civil Services) કેન્દ્રિય સચિવાલય, ન્યુ દિલ્હી દ્વારા તાલકટોરા શ્રી શ્યામા પ્રસાદ મુખરજી સ્વીમીંગ કોમ્પ્લેક્ષ ન્યુ દિલ્હી ખાતે તારીખ ૦૫ થી ૦૭,જાન્યુઆરી, ૨૦૨૩ દરમ્યાન યોજાયેલ તરણ સ્પર્ધા (Swimming Tournament) માં ૧૨ (બાર) થી પણ વધુ રાજ્યો ના તેમજ પ્રાદેશિક રમત ગમત નિગમ ના ૨૫૦ થી પણ વધુ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.

આ રાષ્ટ્રીય કક્ષા ની તરણ સ્પર્ધા (National Swimming Competition) માં ગુજરાત સરકાર ના ૨૦ (વીસ) થી પણ વધુ કર્મચારીઓ એ ભાગ લીધો હતો. આ તમામ પૈકિ જામનગર ખાતે ની સરકારી ડેન્ટલ કોલેજ ના મદદનીશ પ્રાધ્યાપક ડો. ધારા રાણા એ પણ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ શરૂ થતા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે આઠ દિવસ ની ટ્રેનીંગ નું ગુજરાત સરકાર શ્રી દ્વારા આયોજન કરવામાં આવેલ હતું. આ ટ્રેનીંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી ખાતે યોજાયેલ તરણ સ્પર્ધા મા ડો. ધારા રાણા એ કાંસ્ય ચંદ્રક મેળવી જામનગર તેમજ ડેન્ટલ કોલેજ નું ગૌરવ વધારેલ છે. ડો. ધારા રાણા એ અગાઉ પણ રાષ્ટ્રીયકક્ષા ની પૂના ખાતે યોજાયેલ તરણ સ્પર્ધા મા એક સિલ્વર સહિત ત્રણ કાંસ્ય ચંદ્રક મેળવેલ હતા અને તે સમયે ગુજરાત સરકાર શ્રી ના પૂર્વ મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા આયોજીત કાર્યક્રમ માં બહૂમાન કરવામાં આવેલ હતું.
આ ટુર્નામેન્ટ ન્યુ દિલ્હી ખાતે શિયાળા ની કડકડતી ઠંડી (૦૫ થી ૦૭ ડિગ્રી તાપમાન) હોવા છતા પણ તમામ સ્પર્ધકો એ ખૂબ સરસ રીતે પર્ફોમ કરેલ અને સખત મહેનત કરી ગુજરાત નું ગૌરવ વધારેલ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
