Gujarat News: રાજ્યમાં મહેસૂલી સુધારાથી નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા સુનિશ્વિત, જાણો કઈ સેવાઓ થઈ ઓનલાઇન
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર 'સુશાસન' (Good Governance) ના મંત્રને સાકાર કરી રહી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ અને કાયદાકીય સુધારાઓને કારણે નાગરિકો માટે સરકારી પ્રક્રિયાઓ હવે વધુ સરળ, પારદર્શક અને ઝડપી બની છે. જમીન નોંધણીથી લઈને બિનખેતી (NA) ની મંજૂરી સુધીની તમામ બાબતો ડિજિટલ થતા ગુજરાત દેશભરમાં રોલ મોડેલ બન્યું છે.

iORA પોર્ટલ: ઘરે બેઠા મહેસૂલી સેવાઓનો લાભ
રાજ્ય સરકારના iORA (Integrated Online Revenue Applications) પોર્ટલે મહેસૂલી સેવાઓમાં ક્રાંતિ લાવી છે.
- વિશાળ પ્રતિસાદ: વર્ષ 2022થી ડિસેમ્બર 2025 સુધીમાં આ પોર્ટલ પર 17.9 લાખથી વધુ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
- 36થી વધુ સેવાઓ: હવે ખેડૂતો અને નાગરિકો 7/12, વારસાઈ નોંધ, જમીન માપણી અને બિનખેતી જેવી 36થી વધુ સેવાઓનો લાભ ઘરે બેઠા મેળવી રહ્યા છે.
- પારદર્શિતા: ફેસલેસ સર્વિસને કારણે વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ છે અને નિર્ણય પ્રક્રિયામાં ગતિ આવી છે.
ટેકનોલોજીથી જમીનનું રક્ષણ: 3339 કરોડની જમીન દબાણમુક્ત
મહેસૂલ વિભાગે સરકારી જમીનોના રક્ષણ માટે ISROની અત્યાધુનિક સેટેલાઈટ ટેકનોલોજી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો સહારો લીધો છે.
- સેટેલાઈટ મેપિંગ: હાઈ-રિઝોલ્યુશન મેપિંગ દ્વારા ગેરકાયદે ખનન અને દબાણો પર નજર રાખવામાં આવે છે.
- ઓટોમેટિક એલર્ટ: જો કોઈ સરકારી જમીન પર અનધિકૃત ફેરફાર થાય, તો સિસ્ટમ દ્વારા આપમેળે એલર્ટ જનરેટ થાય છે.
- સફળતા: આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 3990 હેક્ટરથી વધુ જમીન ખાલી કરાવવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે 3339 કરોડથી વધુ થાય છે.
જમીન સંપાદન અને ખેડૂતોને ઝડપી વળતર
ગતિશક્તિ પોર્ટલ સાથેના જોડાણને કારણે રાજ્યના મોટા પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની પ્રક્રિયા વેગવંતી બની છે. બુલેટ ટ્રેન, વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને એરપોર્ટ જેવા મહત્વના પ્રોજેક્ટ્સમાં જમીન આપનારા ખેડૂતોને વળતર ચૂકવવાની પ્રક્રિયા હવે વધુ ઝડપી અને વિવાદમુક્ત બની છે.
ડિજિટલ દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
- ગરવી 2.0: દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા હવે ઓનલાઇન અને ફેસલેસ બની છે.
- સ્વામિત્વ યોજના: ડ્રોન સર્વે દ્વારા 8700 ગામોમાં સર્વે પૂર્ણ કરી 11.52 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાયા છે.
- QR કોડ વાળી નકલો: હવે જન સેવા કેન્દ્રો પરથી ફિઝિકલ સહી-સિક્કા વગરની, ડિજિટલ સહી અને QR કોડ ધરાવતી અધિકૃત નકલો સરળતાથી ઉપલબ્ધ છે.
સુશાસનથી 'ઇઝ ઓફ લિવિંગ' તરફ
CM ભૂપેન્દ્ર પટેલના આ સુધારા માત્ર 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ' જ નહીં, પરંતુ સામાન્ય નાગરિક માટે 'ઈઝ ઓફ લિવિંગ' ને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. વિકસિત ભારત @ 2047 ના લક્ષ્યને હાંસલ કરવા માટે ગુજરાતનો આ મહેસૂલી સુધારો એક મજબૂત પાયો સાબિત થઈ રહ્યો છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
