States’ Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' જાહેર થયુ
તાજેતરમાં જાહેર થયેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ બન્યુ છે. નોંધનીય છે કે, ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજય
તાજેતરમાં જાહેર થયેલા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ બન્યુ છે. નોંધનીય છે કે, ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું છે. એટલુ જ નહિ, States' Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' જાહેર થયુ હતુ.

જીતુ વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બિઝનેશ રિફોમ્સ એકશન સ્ટેટ તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. ૯૦ ટકાથી વધુ ફિડબેક સ્કોર સાથે ગુજરાત સમગ્ર દેશભરમાં દ્વિતિય નંબર હાંસલ કર્યો છે. આ ક્ષેત્રમાં આગામી સમયમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સઘન અને સમયબધ્ધ આયોજન થકી અસરકારક કામગીરી કરશે.
તેમણે ઉમેર્યુ કે, આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકર કરવા નિયમોનાં સરળીકરણ થકી રોકાણોને પ્રોત્સાહન આપવા ડીપીઆઇઆઇટીની પાંચમી આવૃત્તિમાં દેશનાં રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩૦૧ રિફોર્મ્સ સુચવવામાં આવ્યા હતા. ૧૫ જેટલા જુદા જુદા ક્ષેત્રોને આવરી લેતા આ રિફોર્મ્સમાં રોકાણની ક્ષમતા, ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ, શ્રમિક નિયમન સક્ષમતા અને વાણિજિયક વિવાદ લવાદનું નિવારણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. એક્ષપોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્સ ૨૦૨૦ અને ૨૦૨૧માં ગુજરાતને પ્રથમ ક્રમ મળ્યો છે. એટલુ જ નહિ, ગુજરાત વિદેશી મુડીરોકાણમાં પણ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન બન્યું છે. ડોમેસ્ટીક મુડીરોકાણમાં પણ ગુજરાતે ૧.૦૫ લાખ કરોડનું મુડીરોકાણ કરી, દેશમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. આ બધી પહેલનાં પરિણામે રાજયને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કીંગમાં ટોપ એચિવર તરીકે સ્થાન પ્રાપ્ત થયુ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
મંત્રી વાઘાણીએ કહ્યુ કે, States' Startup Ranking ૨૦૨૧માં પણ ગુજરાત સતત ત્રીજી વખત 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' જાહેર થયુ છે તે બદલ કેબિનેટ બેઠકમાં ટીમ ગુજરાતને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગુજરાત, કર્ણાટક અને મેઘાલય સ્ટાર્ટઅપ માટે મજબૂત ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટેના શ્રેષ્ઠ રાજ્યોમાં સામેલ. ગુજરાતને વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં પણ 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
