ગુજરાતમાં આગામી 24 કલાક અતિ ભારે વરસાદની સંભાવના, 12 જિલ્લામાં એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના 4 જિલ્લાઓમાં ઓરેન્જ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાવાની પણ આગાહી છે. વળી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.

તમને જણાવી દઈએ કે મહિસાગરમાં કડાણા અને ભાદર ડેમમાં પાણીની આવક યથાવત જોવા મળી રહી છે. કડાણા ડેમમાં હાલમાં 1 લાખ 35 હજાર ક્યુસેક પાણીની આવક છે જ્યારે ભાદર ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક નોંધવામાં આવી છે. મહિસાગર અને ભાદર નદી બે કાંઠે વહી રહી છે. મહિસાગર નદી પરનો વણાંકબોરી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેના કારણે મહિસાગર અને પંચમહાલના 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠમાં દાંતીવાડા ડેમ પર બ્લ્યુ સિગ્નલ આપવામાં આવ્યુ છે. ડેમનુ જળ સ્તર 80 ટકાને પાર થતા બ્લ્યુ સિગ્નલ આપવામાં આવ્યુ છે. ડેમમાં પાણીની સપાટી 598.70 ફૂટ પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયુ છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટે પહોંચી ગઈ છે. ડેમમાં અત્યારે 21 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છ. જ્યારે 5 વર્ષ બાદ દાંતીવાડા ડેમ ભરાયો છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
