Gujarat Rain: ગુજરાતમાં આજથી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસાનો વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં વરસાદ થયો હતો.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ આજે સવારે પણ 6થી 8 વાગ્યા સુધી બે કલાકમાં 10 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર મીમી વરસાદ નોંધાયો હતો.

rain

આઈએમડી મુજબ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 114 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના પોસીનામાં પોણા બે ઈંચ, બનાસકાંઠાના દાંતીવાડામાં પણ પોણા બે ઈંચ, ઉપરાંત વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ કરતા વધુ વરસાદ થયો હતો. વળી, કચ્છ, ભાવનગર, બોટાદ, રાજકોટ, વલસાડ, જૂનાગઢ, બનાસકાંઠામાં વરસાદ થયો હતો.

અમદાવાદ શહેરમાં ગુરુવારે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતુ.આજે વહેલી સવારે શહેરમાં વરસાદી ઝાપટું પડયુ હતુ અને વરસાદી માહોલ પણ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે.

અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.

માછીમારોને 27 જૂનથી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. દરિયામાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આંકડાઓ મુજબ 1 જૂનથી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52 ટકા વરસાદ નોંધાયો છે. જે સામાન્ય કરતા 48 ટકા ઓછો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X